બોરીવલી-વેસ્ટમાં ફાસ્ટ ફૂડ શૉપમાં કુકર ફાટવાના અવાજથી રહેવાસીઓ ભયભીત

21 December, 2012 07:30 AM IST  | 

બોરીવલી-વેસ્ટમાં ફાસ્ટ ફૂડ શૉપમાં કુકર ફાટવાના અવાજથી રહેવાસીઓ ભયભીત



 સોસાયટીના સેક્રેટરી ચેતન શાહ અને ટ્રેઝરર બિપિન શાહે કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ફાસ્ટ ફૂડની શૉપ ચાલે છે. ત્યાં ફ્રૅન્કી, ઢોસા વગેરે બનાવવામાં આવે છે. કુકર ફાટવાની ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ લોકોની સલામતી અને સુરક્ષા માટે સોસાયટીના રહેવાસીઓ માગણી કરી રહ્યા છે કે ફાસ્ટ ફૂડ શૉપમાં ગૅસનો ઉપયોગ બંધ કરવામાં આવે તેમ જ તેઓ શૉપની બહારની સોસાયટીની અંદાજે ૧૦૦ ફૂટ જેટલી જગ્યાનો ગેરકાયદે ઉપયોગ કરે છે એ પણ બંધ કરવામાં આવે અને પ્લૉટ ખાલી કરાવવામાં આવે તો સારું.’