વધારાની રેલવેલાઇનનું નિર્માણકાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

25 September, 2020 12:39 PM IST  |  Mumbai | Rajendra B. Aklekar

વધારાની રેલવેલાઇનનું નિર્માણકાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

વધારાની રેલવેલાઇનનું નિર્માણકાર્ય ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

ખાડી પરના બ્રિજનું કામ પૂર્ણતાને આરે હોવાથી છેલ્લાં લગભગ ૧૧ વર્ષથી અટકી પડેલા થાણે-દિવા રૂટ પરની વધારાની ૯ કિલોમીટર લાંબી લાઇનના પ્રોજેક્ટનું કામ છેવટે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે તથા ટ્રેનની ટ્રાયલ બાદ ૨૦૨૧માં જાહેર જનતા માટે લાઇન શરૂ કરાશે, એમ સેન્ટ્રલ રેલવે દ્વારા જણાવાયું હતું.
૨૦૦૮માં મંજૂર કરાયેલો મધ્ય રેલવે માટે અત્યંત મહત્ત્વનો મનાતો આ પ્રોજેક્ટ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટનો હિસ્સો હતો, જે બહારગામની અને લોકલ ટ્રેન રેલ કૉરિડોરને જુદા પાડીને ટ્રેનોની સ્પીડ અને ફ્રિક્વન્સી વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
પ્રોજેક્ટ પૂર્ણ કરવાની પ્રથમ ડેડલાઇન ડિસેમ્બર ૨૦૧૫ની હતી, જે પાછળથી સુધારીને ડિસેમ્બર ૨૦૧૭ અને ત્યાર બાદ માર્ચ ૨૦૧૯; જૂન ૨૦૨૦ અને અંતે ૨૦૨૧ પર પાછળ ઠેલાઈ હતી. પ્રોજેક્ટનો ખર્ચ પણ ૧૩૦ કરોડથી વધીને ૪૪૦ કરોડ રૂપિયા નોંધાયો હતો.

mumbai mumbai news thane mumbai trains