કોંગ્રેસમાં વધુ એક રાજીનામુ, મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરાએ આપ્યુ રાજીનામુ

07 July, 2019 04:31 PM IST  | 

કોંગ્રેસમાં વધુ એક રાજીનામુ, મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરાએ આપ્યુ રાજીનામુ

મુંબઈ અધ્યક્ષ મિલિંદ દેવરાએ આપ્યુ રાજીનામુ

લોકસભા ચૂંટણીમાં મળેલી હારના કારણે કોંગ્રેસ પાર્ટીમાં સતત રાજીનામું આપવા ચાલું છે. હાલમાં જ કોંગ્રેસના મોટા નેતાઓ હારની જવાબદારી લેતા પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે. આ બધા રાજીનામા વચ્ચે કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું આપવામાં આવ્યું છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે. મિલિંદ દેવરાએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુંબઈ કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે 3 સભ્યોની પેનલનો પ્રસ્તાવ પણ મુક્યો છે.

કોંગ્રેસના ઈન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ કેશવ ચંદે પણ રાજીનામું આપવાની વાત પણ સામે આવી રહી છે. કેશવ ચંદ યાદવે પણ હારની જવાબદારી સ્વીકારતા રાહુલ ગાંધીને એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં તેમણે કહ્યું હતું કે, '2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારૂ છું અને વર્તમાન પદ પરથી પણ રાજીનામું આપી રહ્યો છું.'

તેમણે લખ્યું હતું કે, ભારતના વિકાસ અને કલ્યાણ માટે હું પાર્ટીમાં સામેલ થયો હતો. ઈન્ડિયન યૂથ કોંગ્રેસમાં તમારા ક્રાન્તિકારી સ્ટેપના કારણે મારા જેવી સામાન્ય વ્યક્તિએ રાજકારણમાં જગ્યા બનાવી શકી હતી. તમે સારી રીતે જાણો છો કે, એક સામાજિક કાર્યકર્તા તરીકે પાર્ટી સ્તરના કાર્યકર્તા અને વર્તમાનમાં ઈન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના રૂપમાં કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉતર પ્રદેશમાં દેવરિયા જિલ્લામાં રહેનારા કેશવ ચંદ યાદવે ગયા વર્ષે મેમાં યૂથ કોંગ્રેસના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. કેશવ ચંદ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પણ પસંદ કરાયા હતા. કેશવ ચંદ પંજાબ, હરિયાણા અને ચંદીગઢના પ્રભારી પણ રહી ચુક્યા છે.

gujarati mid-day mumbai news