ધુળેના કૉન્ગ્રેસના વિધાનસભ્યના પુત્રની ટૅન્કરોની ચોરીના આરોપસર ધરપકડ

10 October, 2014 06:05 AM IST  | 

ધુળેના કૉન્ગ્રેસના વિધાનસભ્યના પુત્રની ટૅન્કરોની ચોરીના આરોપસર ધરપકડ


પોલીસને શંકા છે કે આ ચોરીમાંથી મેળવેલા રૂપિયા સાબિર શેખના ચૂંટણીપ્રચારમાં વપરાતા હતા. પોલીસના જણાવ્યા મુજબ ટૅન્કરોના સ્પેરપાર્ટ્સ છૂટા પાડી એને કૌટુંબિક ભંગારના ધંધા દ્વારા વેચી મારવામાં આવતા હતા. અબુતાલા ૨૦૧૩ના જાન્યુઆરીથી આ ધંધામાં સંડોવાયેલો છે. આ સાથે જ અબુતાલાના બે સાથીદારોની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે અબુતાલા ૨૦૧૩ના જાન્યુઆરીથી ડમ્પરની ચોરીના ધંધામાં છે. તેના બે સાથીદાર ડ્રાઇવરો શિવડીના ઇન્દિરાનગરમાં ભારે વાહનોની ચોરી કરતા હતા. તેમને જ્યારે પણ કોઈ ડ્રાઇવર વગરનું ડમ્પર દેખાતું તો તેઓ એ તરત ચોરી લેતા અને ત્યાર બાદ તેઓ ધુળેમાં અબુતાલાનો સંપર્ક કરીને એના સ્પેરપાર્ટ્સ છૂટા પાડી દેતા અને અબુતાલાનો પોતાનો ધુળેમાં ભંગારનો બિઝનેસ છે ત્યાં વેચી મારતા હતા. જો રસ્તામાં ડીઝલની જરૂર પડે તો રમેશ ભગત નામનો તેમનો સાથીદાર તેમને ડીઝલ પૂરું પાડતો હતો. ભગત હજી ફરાર છે. આ ત્રિપુટીની ધરપકડ બાદ પોલીસ એવો દાવો કરે છે કે તેમની ધરપકડ સાથે પોલીસે પાંચ ટૅન્કરોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આમાંથી ત્રણ ટૅન્કરોની ચોરીમાં અબુતાલા સંડોવાયેલો છે.