શાબાશી આપો આ બન્ને ટીનેજર્સને…

22 June, 2020 08:37 AM IST  |  Mumbai Desk | Pallavi Smart

શાબાશી આપો આ બન્ને ટીનેજર્સને…

કોરોના વાઇરસને કારણે આવેલા સોશ્યલ ડિસ્ટન્સિંગને કારણે આજે દેશનાં તમામ બાળકોને ડિજિટલ લર્નિંગની ફરજ પડી રહી છે. આવામાં શહેરના ગરીબ વર્ગનાં બાળકો જે મોબાઇલ અથવા ટૅબ ખરીદી નથી શકતાં તેમનું ભણતર અટકી ન જાય એ માટે કફ પરેડની શાળામાં ભણતા ૧૧મા ધોરણના બે વિદ્યાર્થીઓ આદિત્ય અને અર્જનદેવે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે. તેઓ લોકો પાસેથી સેકન્ડહૅન્ડ અને વપરાયેલા મોબાઇલ ફોન તથા ટૅબ ભેગાં કરી રહ્યા છે અને આ તમામ જરૂરિયાતમંદ બાળકોને ડિજિટલ અભ્યાસમાં મદદરૂપ થાય એ માટે ગૅજેટ્સ આપી રહ્યા છે.
કફ પરેડમાં આવેલી હિલ સ્પ્રિંગ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ૧૧મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થી આદિત્ય અનિલ અને અર્જનદેવ સિંઘે આ પહેલ શરૂ કરી છે. તેમને જણાયું હતું કે આ ઑનલાઇન અને ડિજિટલ લર્નિંગના સમયમાં જે બાળકો પાસે ગૅજેટ્સ હશે નહીં તેમનું શિક્ષણ અટવાઈ જશે.
આદિત્યએ આ પહેલ વિશે જણાવતાં કહ્યું કે ‘અમારી પાસે તમામ ગૅજેટ્સ હોવાથી ઑનલાઇન લર્નિંગ અમારે માટે સરળ હતું, પણ પછી અમે વિચાર કર્યો કે જે લોકો પાસે કમ્પ્યુટર, ટૅબ અથવા મોબાઇલ નથી તેમનું શું થશે?’
છેલ્લાં બે વર્ષથી આ બન્ને વિદ્યાર્થીઓ મૅજિશ્યન ફાઉન્ડેશન ઇન્ડિયા સાથે જોડાયેલા હતા. આ સંસ્થા બાળકોને કમ્પ્યુટરનું બેઝિક નૉલેજ આપે છે. હવે આ બન્ને ફ્રેન્ડ્સ અને સગાંસંબંધીઓ પાસેથી સેકન્ડહૅન્ડ ગૅજેટ્સ ભેગાં કરે છે.

pallavi smart mumbai mumbai news