18 March, 2026 01:57 PM IST | Mumbai | Bespoke Stories Studio
પુસ્તકનું મુખપૃષ્ઠ
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. ઘરે ઘરે એક જ વાત- `હવે બેટા, શું કરવું છે?` વિદ્યાર્થીઓ મૂંઝાયેલા છે, વાલીઓ ચિંતિત છે. કોચિંગ ક્લાસવાળા એક દિશા બતાવે છે, સગા-સંબંધીઓ બીજી. પણ સાચો રસ્તો ક્યો?
આ સવાલનો સીધો અને નક્કર જવાબ આપે છે એક પુસ્તક STUDENTS, ARE YOU READY FOR THE FUTURE? From Classroom To Boardroom.
આ પુસ્તકના લેખક છે કોર્પોરેટ એડવાઈઝર અને CompanysRegistration.com ના સ્થાપક ભાવિક હરિયાણી. જુલાઈ ૨૦૨૫માં લોન્ચ થયેલું આ પુસ્તક આજે ફરી ચર્ચામાં છે કારણ કે બોર્ડ પછીનો આ સમય જ એ સમય છે જ્યારે વિદ્યાર્થીઓને સૌથી વધુ સાચી સલાહની જરૂર હોય છે.
ભાવિક હરિયાણી સ્પષ્ટ શબ્દોમાં કહે છે "આજે બધી જ સલાહ પાછળ કોઈ ને કોઈ સ્વાર્થ છે. કોચિંગ ક્લાસ પોતાનો ધંધો વધારવા ઈચ્છે છે, કૉલેજો એડમિશન ભરવા ઈચ્છે છે. પણ વિદ્યાર્થીનું ભવિષ્ય શું હોવું જોઈએ — એ નિર્ણય વિદ્યાર્થીએ પોતે લેવો જોઈએ, અને એ માટે જ આ પુસ્તક લખ્યું છે."
ક્લાસરૂમથી બોર્ડરૂમ સુધીની સફર એટલે કે ભણતરથી લઈને સફળ કારકિર્દી સુધી કઈ રીતે પહોંચવું, એની રોડ મેપ આ પુસ્તક આપે છે. ટેક્નોલોજી, ઉદ્યોગ, ઉદ્યોગસાહસ કે પરંપરાગત વ્યવસાય દરેક ક્ષેત્ર માટે આ પુસ્તક માર્ગ ચીંધે છે.
STUDENTS, ARE YOU READY FOR THE FUTURE? From Classroom To Boardroom ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
ભાવિક હરિયાણી એક અનુભવી કોર્પોરેટ એડવાઇઝર અને CompanysRegistration.com ના સ્થાપક છે, જે ભારતમાં બિઝનેસ રજિસ્ટ્રેશન અને કંપ્લાયન્સ સેવાઓ માટેનું એક અગ્રણી પ્લેટફોર્મ છે.