સ્ટુડન્ટ્સને ફ્યુચર પર પકડ મજબૂત કરવા તૈયાર કરી રહી છે કોલેજો

04 April, 2020 10:39 AM IST  |  Mumbai Desk | pallavi smart

સ્ટુડન્ટ્સને ફ્યુચર પર પકડ મજબૂત કરવા તૈયાર કરી રહી છે કોલેજો

કોવિડ-૧૯ને કારણે મોટાભાગની પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, ત્રે ચર્ચગેટની કે. સી. કોલેજ જેવી અનેક કોલેજો અલગ જ રીતે સ્ટુડન્ટ્સની પરીક્ષા લઈ રહી છે. જેને કારણે સ્ટુડન્ટ્સ આગામી પરીક્ષા માટે માનસિક રીતે પણ તૈયાર રહી શકે. ચેમ્બુરની વીઈએસ કોલેજ તેમના સ્ટુડન્ટ્સ સાથે ઓનલાઇન ડાઉટ ક્લિયરિંગ સેશન કરી રહી છે. વિલેપાર્લેની એન.એમ. કોલેજ ઓનલાઇન ક્લાસીસ લેવા ઉપરાંત તેમના સ્ટુડન્ટ્સ (વિશેષ કરીને અંતિમ વર્ષ)ના માનસિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખી રહી છે. 

સ્કૂલોની જેમ મોટા ભાગની કોલેજોએ પણ અભ્યાસક્રમ પૂરો કરી દીધો હતો અને વર્ષાન્ત પરીક્ષા પછી ઉનાળુ વેકેશનની રાહ જોઈ રહ્યાં હતા. પરંતુ હવે તો સ્ટુડન્ટ્સને વ્યસ્ત રાખવા તેમ જ તેમની શંકાઓનું સમાધાન કરી તેમને પરીક્ષા માટે તૈયાર કરવા પ્રયત્નશીલ છે.
વિલ્સન કોલેજ ના પ્રિન્સિપાલ ડોક્ટર મિશેલ ફીલિપે જણાવ્યું હતું કે ‘અમારા પ્રોફેસરો સ્ટુડન્ટ્સને તેમના રસના વિષયોમાં મદદ કરે છે જોકે અમારા અનેક સ્ટુડન્ટ્સ અન્ડર પ્રિવિલેજ્ડ હોવાથી અમે ઓનલાઇન કલાસીસ લઈ શકતાં નથી.

જ્યારે કે કે. સી. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હેમલતા બાગલાએ મિડ-ડે ને જણમાવ્યું હતું કે અમે 8 એપ્રિલથી પરીક્ષા લેવાની શરૂઆત કરી રહ્યાં છીએ. જોકે આની પાછળનો મૂળ હેતુ સ્ટુડન્ટ્સને વાસ્તવિક પરીક્ષા માટે તૈયાર કરવાનો છે.

એન.એમ. કોલેજે તેના સ્ટુડન્ટ્સના નંબર ઇન-હાઉસ કાઉન્સેલર સાથે શેયર કર્યા છે. તેઓ પોતાના સ્ટુડન્ટ્સના લેક્ચર લેવા અને રિવિઝન તેમ જ એસેસમેન્ટ લેવા ઉપરાંત તેમના માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે એમ એન.એમ. કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પરાગ આજગાંવકરે જણાવ્યું હતું.

mumbai mumbai news pallavi smart coronavirus covid19