મુંબઈમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

23 October, 2012 05:15 AM IST  | 

મુંબઈમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

તાપમાનમાં ધીમો ઘટાડો થઈ રહ્યો છે એ જોતાં બહુ જલદી મુંબઈમાં શિયાળો બેસી જાય એવી શક્યતા જણાઈ રહી છે. હવામાન ખાતાના કહેવા મુજબ શનિવાર અને રવિવારે દિવસના સમયે તાપમાનમાં થોડો ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. બીજી તરફ રવિવારે કાશ્મીરમાં પણ મોસમનો પહેલો બરફનો વરસાદ પડ્યો હતો, જેની થોડીઘણી અસર મુંબઈમાં જોવા મળી હતી. આગામી દિવસોમાં કાશ્મીરમાં જો બરફ પડશે અને ઉત્તર તરફથી જો મુંબઈ તરફ પવન ફૂંકાશે તો કડકડતી તો નહીં પણ થોડીઘણી ગુલાબી ઠંડીનો લાભ મુંબઈગરાઓને મળશે.