મુંબઇ ઍરપૉર્ટ પરથી 18 કરોડની કોકીન જપ્ત

26 November, 2020 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇ ઍરપૉર્ટ પરથી 18 કરોડની કોકીન જપ્ત

મુંબઇ ઍરપૉર્ટ પરથી 18 કરોડની કોકીન જપ્ત

આંતરરાષ્ટ્રીય બજારમાં કોકીનની કિંમત 18 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. પશ્ચિમ આફ્રિકામાં ગિનીના એક ડ્રગ તસ્કરની DRI અધિકારીઓએ ધરપકડ કરી છે.

DRI વિભાગે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય મુંબઇ ઍરપૉર્ટ પર પશ્ચિમ આફ્રિકન ડ્રગ તસ્કર પાસેથી 18 કરોડ રૂપિયાની કોકીન જપ્ત કરી છે. છેલ્લા દસ દિવસમાં DRI વિભાગની આ બીજી મોટી કાર્યવાહી છે. જપ્ત કરવામાં આવેલા કોકીનનું વજન 2 કિલો 935 ગ્રામ હતું. ડ્રગ તસ્કરે 8 ડિસેમ્બર સુધી ન્યાયિક અટકમાં મોકલી દીધા છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકીનની કિંમત 18 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, મુંબઇના DRIવિભાહને ગુપ્ત સૂચના મળી હતી કે એક ડ્રગ તસ્કર કોકીન લઈને મુંબઇ આવી રહ્યો છે. આ માહિતી મળ્યા પછી, DRI અધિકારીઓએ એક ષડયંત્ર રચ્યો. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર આવતા જ ડ્રગ તસ્કરની DRI અધિકારીઓએ ધરપકડ કરી લીધી છે. તસ્કરનું નામ મૂસા કહેવામાં આવી રહ્યું છે.

ડીઆરઆઇ અધિકારીઓએ જ્યારે તસ્કકને પકડી પાડ્યો તો તેની પાસે 2 કિલો 935 ગ્રામ કોકીન મળી. કોકીનનું આંતરરાષ્ટ્રીય માર્કેટ વેલ્યૂ લગભગ 18 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. પછી મૂસાને કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કૉર્ટે તસ્કરને 8 ડિસેમ્બર સુધી ન્યાયિક અટકમાં મોકલી દેવામાં આવ્યો છે.

mumbai mumbai news mumbai airport Crime News mumbai crime news