ભંડારામાં પિડિત પરિવારજનોને મળ્યાં બાદ સીએમએ કહ્યું...

11 January, 2021 09:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભંડારામાં પિડિત પરિવારજનોને મળ્યાં બાદ સીએમએ કહ્યું...

ફાઈલ તસવીર

જિલ્લા હૉસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાં નવજાત બાળકોના પરિવારજનોને મળ્યા હતા તથા રાજ્યની તમામ હૉસ્પિટલોની સુરક્ષા ઑડિટના આદેશ આપ્યા હતા. પરિવારજનોને મળ્યાં બાદ તેમણે

કહ્યું હતું કે હમણાં હું તેમને મળ્યો, પણ મારી પાસે હાથ જોડીને ઊભા રહેવા સિવાય બીજો એકેય શબ્દ તેમને કહેવા માટે નહોતો.

પૂર્વ મહારાષ્ટ્રમાં આવેલી ચાર માળની સરકારી હૉસ્પિટલનાં નવજાત બાળકો માટેના વિશેષ કૅર યુનિટમાં આગ ફાટી નીકળતાં એકથી ત્રણ મહિનાના ૧૭માંથી ૧૦ બાળકોનું મૃત્યુ થયું હતું.

પત્રકારો સાથે વાત કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આ ઘટનાની તપાસ કરી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ આગ આકસ્મિક લાગી હતી કે અગાઉ જારી કરાયેલા સેફ્ટી રિપોર્ટની અવગણનાને કારણે લાગી હતી.’

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસ સામેની લડતને કારણે રાજ્યની હૉસ્પિટલોમાં સુરક્ષા ધોરણોની અવગણના કરવાને કારણે આ દુર્ઘટના થઈ હોવા બાબતે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.’

ઉદ્ધવ ઠાકરેએ હૉસ્પિટલ અને આરોગ્ય અધિકારીઓ સાથે વાત કરી કહ્યું હતું કે આગનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવાનો આદેશ આપી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

maharashtra mumbai mumbai news uddhav thackeray