LBTને હટાવવાના સંદર્ભમાં આજે ૨૬ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે CMની મહત્વની મીટિંગ

20 November, 2014 05:43 AM IST  | 

LBTને હટાવવાના સંદર્ભમાં આજે ૨૬ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે CMની મહત્વની મીટિંગ


આ મહાપાલિકાઓમાંથી LBTને હટાવીને એના બદલામાં કયો વૈકલ્પિક ટૅક્સ અમલમાં લાવવો, સુધરાઈની આવક કેવી રીતે જાળવી રાખવી વગેરે મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરશે એવી શક્યતા છે. આજે કમિશનર સાથેની મીટિંગ બાદ શું નિર્ણય લેવામાં આવે છે ત્યાર બાદ એકાદ-બે દિવસમાં તેઓ વેપારીઓ સાથે મીટિંગ કરવાના છે.

વિધાનસભાની ચૂંટણી દરમ્યાન BJPએ મહારાષ્ટ્રમાં એ સત્તા પર આવી તો રાજ્યમાંંથી LBT અને ઑક્ટ્રૉય હટાવી દેવાનું વચન આપ્યું હતું એ મુજબ ચીફ મિનિસ્ટર રાજ્યમાંથી LBT અને ઑક્ટ્રૉય હટાવી દેવા માટે ગંભીર બની ગયા હોવાનું જણાઈ આવે છે. જોકે LBT અને ઑક્ટ્રૉય હટાવી દેવામાં આવે તો એના બદલામાં તાત્કાલિક રૂપે કયો ટૅક્સ લાવવામાં આવશે એ બાબતે તેમના તરફથી હજી સુધી કોઈ ચોખવટ કરવામાં નથી આવી.