13 October, 2025 08:13 AM IST | Ratnagiri | Gujarati Mid-day Correspondent
ડૉ. બાબાસાહેબ આંબેડકરના વતન આંબડવે ગામ નજીકના મંડણગડ તાલુકામાં તૈયાર કરાયેલ નવું બિલ્ડિંગ
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ ગઈ કાલે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં નવા સિવિલ અને ક્રિમિનલ કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરના વતન આંબડવે ગામ નજીકના મંડણગડ તાલુકામાં તૈયાર કરાયેલા આ નવા બિલ્ડિંગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
ચૂંટણી અગાઉ રાજ્યના પ્રવાસે નીકળેલા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોતાના ભાષણમાં મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈએ ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને છેવાડાના માણસને ન્યાય મળે એ વાત પર ભાર મૂક્યો હતો તેમ જ ન્યાયતંત્રના પાયાને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.