ચોમાસાના બે મહિનામાં વરસી પડ્યો ૧૫૬ ટકા વધારે વરસાદ

02 August, 2021 01:46 PM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં છેલ્લાં પાંચમાંથી ચાર ચોમાસાંમાં ૧૨૫ ટકા કરતાં પણ વધારે વરસાદ પડ્યો

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે ચોમાસામાં જૂનથી જુલાઈ મહિનામાં મુંબઈમાં ૧૫૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે આવું પહેલી વખત નથી થયું. છેલ્લાં પાંચ વર્ષમાંથી ચાર ચોમાસામાં એકત્રિત રીતે ૨૫ ટકા વધુ વરસાદ અહીં પડ્યો છે. ૨૦૧૯ અને ૨૦૨૦માં ચોમાસા દરમ્યાન મુંબઈમાં સરેરાશ ૧૬૦ ટકા વરસાદ પડ્યો હતો.

સાંતાક્રુઝમાં આ વર્ષે માત્ર ત્રણ દિવસમાં જ ૨૦૦ એમએમ એટલે કે ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આપણે વરસાદની વધ અને ઘટ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે ભારેથી અતિ ભારે વરસાદનું પ્રમાણ વધવાની સાથે મુંબઈમાં એની ટકાવારી સતત વધી રહી છે. આ વર્ષે જુલાઈ મહિનાના અંત સુધીમાં ૨૦૦૦ એમએમ એટલે કે ૮૦ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જે સરેરાશ કરતાં ૧૫૬ ટકા વધુ છે. આ સાથે આ વર્ષે કુલ સીઝનનો ૯૦ ટકો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

૧૯૮૧થી ૨૦૧૦ સુધીનાં ૩૦ વર્ષમાં મુંબઈમાં સરેરાશ ૨૨૬૦ એમએમ વરસાદ જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં નોંધાયો હતો. આની સામે છેલ્લાં ૧૦ વર્ષમાંથી પાંચ વર્ષ મુંબઈમાં ૧૨૫ ટકા વધુ વરસાદ પડ્યો છે. આ પાંચમાંથી ૨૦૧૬થી ૨૦૧૯ અને ૨૦૨૦માં ૧૬૦ ટકા વરસાદ પડ્યો હતો.

રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈના ઇન્ચાર્જ જયંતા સરકારે કહ્યું હતું કે ‘વાતાવરણમાં થઈ રહેલા બદલાવને કારણે આમ થવાની શક્યતા રહે છે. ટૂંકા સમયમાં વધુ પડતો વરસાદ પડવાની શક્યતા વધી છે. જોકે આ માટે ૩૦ વર્ષના વરસાદના આંકડા જોયા બાદ અંદાજ આવી શકે છે.’

હજી બે-ત્રણ દિવસ સુધી છૂટાંછવાયાં ઝાપટાં

મુંબઈમાં પહેલા સ્પેલમાં ધોધમાર વરસાદ વરસ્યો. ૧૦ દિવસ પહેલાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં પણ ધમધોકાર વરસ્યા બાદ નદીઓમાં પૂર લાવ્યા બાદ હવે વરસાદનું જોર ઓછું થયું છે. મુંબઈમાં આવતા બે-ત્રણ દિવસ છૂટાંછવાયાં ઝાપટાં પડશે. જોકે ત્યાર બાદ વરસાદને લાવતાં પરિબળો જેમ કે હળવા દબાણનો પટ્ટો કે પછી વરસાદી પવનોની તીવ્રતા ઓછી થવાથી લગભગ ૧૦ દિવસ સુધી વરસાદ નહીં હોય. ત્યાર બાદ ફરી એક વાર વરસાદને અનુરૂપ એવી પરિસ્થિતિનું નિર્માણ થશે, પણ હાલ આ ૧૦ દિવસ તો કોરાધાકોર જાય એવી શક્યતા છે.

mumbai mumbai news mumbai monsoon mumbai rains prajakta kasale