બીએમસીની ઍટિટ્યૂડ,નામમાં શું બાળ્યું છે

04 October, 2020 08:37 AM IST  |  Mumbai | Prithvi Vatsalya

બીએમસીની ઍટિટ્યૂડ,નામમાં શું બાળ્યું છે

બીએમસીની ઍટિટ્યૂડ,નામમાં શું બાળ્યું છે

ભાયખલામાં રહેતા ઍડ્વોકેટ સાવિયો ફિઆલ્હોએ જ્યારે તેમના ઑનલાઇન બર્થ રેકૉર્ડ્સ પર નજર કરી ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. ફિઆલ્હોએ જન્મનાં પ્રમાણપત્રો માટેના બીએમસીના ઑનલાઇન પૉર્ટલમાં તેમનો રજિસ્ટ્રેશન નંબર તથા અન્ય વિગતો દાખલ કરતાં તેમના નામની જગ્યા ખાલી હતી અને કાયમી સરનામું પણ નહોતું જણાવાયું. આટલું ઓછું હોય એમ તેમની જન્મતારીખ ખોટી હતી, માતા-પિતાનાં નામ અને જન્મસ્થળના સરનામાના સ્પેલિંગ ખોટા હતા. ફિઆલ્હો જ્યારે તેમના પિતાના મૃત્યુના દાખલાની લેખન સંબંધિત ભૂલો સુધારવા ગયા ત્યારે તેમને ઉપરોક્ત ભૂલો વિશે જાણવા મળ્યું હતું. પ્રમાણપત્રમાં તેમની માતાનું (તેમના પિતાનાં) પત્ની તરીકે નામ નહોતું. જ્યારે તેઓ એમાં સુધારો કરાવવા ગયા ત્યારે તેમણે તેમનાં માતા-પિતાનાં લગ્નના મુખ્ય પુરાવાના એક મુખ્ય પુરાવા તરીકે ફિઆલ્હોના જન્મ પ્રમાણપત્રની માગણી કરી. ફિઆલ્હો પાસે ૨૫ વર્ષ જૂનું, ફાટેલું જન્મ પ્રમાણપત્ર હતું. તેમણે વૉર્ડ ઑફિસમાં નવી કૉપી માટે અરજી કરી, પણ એમાં સંખ્યાબંધ ભૂલો હતી જે તેમના મૂળ દસ્તાવેજમાં ન હતી.
આથી ફિઆલ્હોએ તેમના તથા તેમના કઝિન્સના ઑનલાઇન બર્થ રેકૉર્ડ તપાસ્યા. તેમને માલૂમ પડ્યું કે બધાનાં નામ ગુમ હતા. કદાચ ભૂલ થઈ હશે તેમ માનીને તેમણે મિત્રો, સહ-કર્મચારીઓનાં નામ તપાસ્યાં, છેક ૧૯૭૫ સુધીની તપાસ કરી અને બધે એકસમાન ભૂલ જોવા મળી. તેમણે તેમના વૉર્ડના સિટિઝન ફેસિલિટેશન સેન્ટરના ઘણી વાર ધક્કા ખાધા, પણ કોઈ પરિણામ આવ્યું નહીં. હજી સુધી તેમનું નામ અપડેટ થયું નથી.બીએમસીના ડેપ્યુટી અૅક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉ. મંગલા ગોમારેના જણાવ્યા પ્રમાણે દરેક વૉર્ડ પાસે જન્મનું રજિસ્ટર હોય છે જે મેન્યુઅલી જળવાય છે. આમ થતું નથી, પણ જો તમારા ઑનલાઇન પ્રમાણપત્રમાં ભૂલભરેલી વિગતો હોય તો તમે અરજી કરીને તેમાં સુધારો કરાવી શકો છો.

mumbai mumbai news brihanmumbai municipal corporation