25 કલાક સુધી ન ગયો ટૉયલેટ, પેટમાં હતી હેરોઈન ભરાયેલી 127 કેપ્સ્યૂલ, હવે થઈ ધરપકડ

06 August, 2022 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જપ્ત કરવામાં આવેલી હેરોઇનની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે 10.45 કરોડ આંકવામાં આવી છે. આ ધરપકડ ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર કરવામાં આવી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

અંગોલાના એક નાગરિકની મુંબઈમાં હેરોઈનની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડાયેલા અંગોલાનો નાગરિક હેરોઇનની તસ્કરી પોતાના પેટમાં છુપાવી કરી રહ્યો હતો. કસ્ટમ વિભાગ દ્વારા તેની પાસેથી 1.5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી હેરોઇનની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે 10.45 કરોડ આંકવામાં આવી છે. આ ધરપકડ ગુરુવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર કરવામાં આવી.

જણાવવાનું કે આ મહિને તસ્કરી મામલે અંગોલાના નાગરિકોની ધરપકડ પહેલા પણ થઈ છે. એક મહિનામાં આ ત્રીજીવાર છે, જ્યારે અંગોલાના કોઈ નાગરિકની દેશમાં નશાયુક્ત પદાર્થની તસ્કરીના આરોપમાં ધરપરકડ કરવામાં આવી છે. આ કેસમાં કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજેન્સ યૂનિટે 31 જુલાઈના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર અદીસ અબાબા પાસાથી ઇથિયોપિયન એરલાઇન્સ દ્વારા પહોંચ્યા નેલો નદાબોની તસ્કરી મામલે ધરપકડ કરવામાં આવી છે.

`25 કલાક સુધી નહોતો ગયો શૌચાલય`
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપૉર્ટ મુજબ આરોપીએ નશાયુક્ત દવાઓની કૅપ્સ્યૂલને પોતાના પેટમાં છુપાવી રાખી હતી. આરોપી 20 થી 25 કલાક સુધી શૌચાલય ગયો નહોતો. આ કારણે તેના પેટમાં સોજો પડ્યો. એક અધિકારીએ કહ્યું કે, "શરૂઆતની પૂછપરછ દરમિયાન, આરોપીએ સ્વેચ્છાએ જણાવ્યું કે નશાયુક્ત દવાઓની કેપ્સ્યૂલ પેટમાં છુપાવી રાખી છે. કેપ્સ્યૂલને કારણે તેના પેટમાં સોજો થયો છે. તે લગબગ 20-25 કલાકથી શૌચાલય નહોતો ગયો. તે પેટમાં સૌથી વધારે દુઃખાવાની સાથે બેચેની અનુભવતો હતો."

`પેટમાંથી કાઢવામાં આવી 127 કેપ્સ્યૂલ`
અધિકારીએ કહ્યું કે નેલો નદાબોને જેજે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હૉસ્પિટલમાં તેના પેટમાંથી 127 કેપ્સ્યૂલ કાઢવામાં આવી. આ કેપ્સ્યૂલમાંથી સફેદ પાઉડર કહેવાતી રીતે હેરોઇન હતું. અધિકારીઓ પ્રમાણે નેલોએ તેમને જણાવ્યું હતું કે તેને ખબર હતી કે પેટમાં કેપ્સ્યૂલ રાખીને ડ્રગ્સની તસ્કરી કરવું  જોખમભર્યું હતું, આની સાથે જ તેનો જીવ પણ જઈ શકતો હતો. પણ તેણે કહ્યું તેણે આવું આર્થિક કારણોસર કર્યું હતું. નેલો પ્રમાણે તેની આર્થિક સ્થિતિ સારી નથી, જે કારણે તેને આ કામ કરવું  પડ્યું.

Mumbai mumbai news international news mumbai airport Crime News mumbai crime news