સોનાની દાણચોરીમાં સંડોવાયેલા ઍરપોર્ટના સંરક્ષકો સામે કાર્યવાહી

18 August, 2012 06:20 AM IST  | 

સોનાની દાણચોરીમાં સંડોવાયેલા ઍરપોર્ટના સંરક્ષકો સામે કાર્યવાહી

મુંબઈ ઍરપોર્ટની સુરક્ષા સંભાળતાં સૂત્રોએ કહ્યું કે ‘આ કેસની તપાસ ચાલતી હોવાથી શુક્રવારે એક અસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઑફિસર સહિત કુલ ૨૦ જણને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસને કારણે જ ઇન્ટરનૅશનલ ટર્મિનલના સીઆઇએસએફના કમાન્ડન્ટ ઇન્ચાર્જની છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.’

આ વાત એટલી મહત્વની બની ગઈ છે કે સીઆઇએસએફના ડિરેક્ટર જનરલ ઍરપોર્ટ પર ફરજ બજાવતા અન્ય કોઈ માણસો પણ એમાં સંડોવાયેલા નથીને એની તપાસ પર જાતે જ દેખરેખ રાખી રહ્યા છે. સમગ્ર મામલે સીઆઇએસએફ હેડક્વૉર્ટર્સમાંથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી. સીઆઇએસએફના વેસ્ટર્ન રીજનના ડીઆઇજી એસપી સેલવનનો પણ સંપર્ક કરી શકાયો નથી.  

કેસ શું હતો?

૧૦ તથા ૧૧ ઑગસ્ટે મુંબઈ ઍરપોર્ટ પર ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) તથા ઍરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટે સંયુક્ત રીતે પાડેલી રેઇડમાં ૧૧ કિલો સોનું પકડવામાં આવ્યું હતું. દાણચોરોને મદદ કરવા બદલ ઉદયસિંહ મીના તથા મુરારીલાલ મીનાને રંગેહાથ પકડવામાં આવ્યા હતા. સ્મગલરો સીઆઇએસએફના જવાનોને ફ્લાઇટ ડીટેલ આપી દેતા હતા તેમ જ સમગ્ર કન્સાઇનમેન્ટ સીઆઇએસએફના ઑફિસરો સ્પેશ્યલ સિક્યૉરિટી ગેટનો

ઉપયોગ કરી સલામત રીતે બહાર લાવતા હતા.