સિડકોએ ઍરપોર્ટની જમીન માટે એક પરિવારને રૂપિયા ૩૧૭૬ કરોડ ચૂકવવા પડશે?

16 October, 2014 03:33 AM IST  | 

સિડકોએ ઍરપોર્ટની જમીન માટે એક પરિવારને રૂપિયા ૩૧૭૬ કરોડ ચૂકવવા પડશે?


આ જમીન વિશે જસ્ટિસ અનુપ મોહતા અને જસ્ટિસ અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ‘વી. ડી. બિવાલકર ફૅમિલીની માલિકીની આ જમીન પર રાજ્ય સરકારનો કોઈ હક નહોતો એટલે સિડકો એ જમીન લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટની જોગવાઈઓને અનુસર્યા વિના હસ્તગત કરી ન શકે. તેથી સંબંધિત પરિવારને સિડકોની હાલની સ્કીમ હેઠળ જમીનનું વળતર ચૂકવવામાં આવવું જોઈએ.’

આ ચુકાદાના અનુસંધાનમાં હવે સિડકોએ જમીનના માલિકોને બજારભાવ પ્રમાણે ચોરસ મીટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાનો ભાવ આપવો પડશે. એ ઉપરાંત એ ફૅમિલીને કાયદેસર રીતે ૧૯,૬૨૫ એકર ડેવલપ્ડ જમીન આપવી પડશે. વી. ડી. બિવાલકરને ‘ઇનામ’ તરીકેનો ઇલ્કાબ મળ્યો હતો અને ૧૯૩૯માં એ વખતની અંગ્રેજ સરકારની પ્રિવી કાઉન્સિલે એ ઇલ્કાબ (ટાઇટલ)ને બહાલી આપી હતી. એના આધારે એ પરિવારે જમીન પર માલિકીહકનો દાવો કરતી અરજી કરીને કોર્ટને રાજ્ય સરકાર તથા સિડકોને એ જમીન પાછી આપવા અથવા લૅન્ડ ઍક્વિઝિશન ઍક્ટ એક્ટ હેઠળ પ્રાપ્ત કરવાના નિર્દેશો આપવાની માગણી કરી હતી. તેથી હાલના બજારભાવ પ્રમાણે સરકારે આ જમીન માટે અંદાજે ૩૧૭૬ કરોડ રૂપિયા ચૂકવવાના થાય એવી શક્યતા છે.