`અમૃતા ફડણવીસ પર બળાત્કાર...` અંજલિ ભારતીના નિવેદનથી રાજકીય વર્તુળમાં ભારે રોષ

27 January, 2026 08:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Chitra Wagh Slams Singer Anjali Bharti: BJP leader condemns remarks on Amruta Fadnavis, calls them shameful and seeks strict legal action.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ભાજપના નેતા ચિત્રા વાઘે ગાયિકા અંજલિ ભારતી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમની સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ વિશે અંજલિ ભારતીએ કરેલી વાંધાજનક ટિપ્પણીથી રાજકીય વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે.

ચિત્રા વાઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર આ મુદ્દા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમણે કહ્યું છે કે, "અંજલિ ભારતી નામની મહિલાના વીડિયોથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો. આ રાજકીય વિરોધ હોઈ શકે છે, પરંતુ જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીની પત્ની પર બળાત્કાર કરવા માટે આંદોલન ઉભું કરવું, અને તે પણ એક મહિલા દ્વારા - આ ખૂબ જ નિંદનીય છે. મને અંજલિ ભારતીની બુદ્ધિમત્તા પર દયા આવે છે. આવી ભાષા માનસિક વિકાર દર્શાવે છે. આ મહિલા અને આ કાર્યક્રમનું આયોજન કરનાર વ્યક્તિ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ."

ચિત્રા વાઘે ઉમેર્યું, “ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા સામે ઊભા રહેવું, બળાત્કાર જેવા જઘન્ય ગુનાનો પ્રચાર કરવો, પ્રશંસા કરવી અને તેના પર પૈસા ખર્ચવા - અને પછી તેને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા કહેવું - એ સમાજના અધોગતિનું ભયાનક પ્રદર્શન છે.”

તેમણે અંતમાં કહ્યું, "પરંતુ આપણી પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલું બંધારણ છે. આવા સામાજિક તત્વો પર કાયદેસર રીતે કેવી રીતે હુમલો કરવો તે આપણે સારી રીતે જાણીએ છીએ. જય હિંદ | જય મહારાષ્ટ્ર | જય ભીમ."

ચિત્રા વાઘની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ઘણા નેટીઝન્સે પણ આકરી પ્રતિક્રિયા આપી છે અને અંજલિ ભારતી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન હોતો નથી એ ઉક્તિ ફરી એક વાર જોવા મળી છે. અમરાવતી જિલ્લાની અચલપુર નગરપાલિકામાં કટ્ટર હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એમ બે પરસ્પરવિરોધી વિચારધારાના પક્ષોએ સત્તા પર આવવા યુતિ કરી છે. અકોલાના અકોટ પછી આવું આ બીજી વાર બન્યું છે. અચલપુર નગરપરિષદમાં સભાપતિની પસંદગીમાં BJPએ બહુ જ જોખમી એવી રણનીતિ ઘડી હતી. નગરપરિષદમાં સત્તા પર આવવા BJPએ AIMIMના ૩ નગરસેવકોને સાથે લીધા છે, જ્યારે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના બે નગરસેવક અને અપક્ષ નગરસેવકોના એક જૂથે BJPને સપોર્ટ કર્યો છે. આ યુતિનો મોટો ફાયદો AIMIMને થયો છે. BJPના સપોર્ટને લીધે AIMIMના નગરસેવકને એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ કમિટીના સભાપતિનું પદ મળ્યું છે. એના બદલામાં AIMIMના નગરસેવકોએ અન્ય સમિતિઓમાં BJPના ઉમેદવારોને મતદાન કરીને સાથ આપ્યો છે. બન્ને પક્ષો દ્વારા આ લેતીદેતીના રાજકારણને કારણે હવે આ નવી યુતિનું વર્ચસ સ્થાપિત થયું છે. 

amruta fadnavis devendra fadnavis babasaheb ambedkar Rape Case Crime News social media mumbai news news