આ મેસેજને શક્ય તેટલો ફેલાવવાનું કહ્યું મુખ્ય પ્રધાને

24 March, 2020 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ મેસેજને શક્ય તેટલો ફેલાવવાનું કહ્યું મુખ્ય પ્રધાને

મુખ્યપ્રધાનની ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની અસર દેશમાં દિવસેને દિવસે વધતી જ જતી હોવાથી 75 કરતા વધુ રાજ્યો લૉકડાઉન છે. લૉકડાઉન થઈ જવાને કારણે નાગરિકો ચિંતામાં આવી ગયા છે જીવન આવશ્યક વસ્તુઓ પણ મળશે કે નહીં! ત્યારે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બધા નાગરિકોને જ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂર નથી તેમ કહ્યું છે અને એક પરિપત્રક બહાર પાડયું છે. જેમાં વિગતવાર માહિતિ આપી છે કે લૉકડાઉન દરમ્યાન કઈ આવશ્યક અને જીવન જરૂરિયાત સેવાઓ ચાલુ રહેશે.

મુખ્ય પ્રધાને આ મેસેજને શક્ય તેટલો ફેલાવવાનું કહ્યું છે.

બેન્ક, એટીએમ, મિડિયા, એગ્રિકલ્ચરલ ગુડ્સ, કરિયાણાની દુકાન, હોટૅલોમાંથી પાર્સલની સુવિધા, હૉસ્પિટલ વગેરે જીવન જરૂરી વસ્તુઓનો લૉકડાઉનમાં સમાવેશ ન કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટ સુચના લખેલી છે અને વાયરસની સામે લડવાનું પણ કહ્યું છે.

coronavirus covid19 mumbai mumbai news uddhav thackeray