આ કેમિસ્ટ કોવિડ-19ની દવા વેચે છે પણ...

02 October, 2020 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કેમિસ્ટ કોવિડ-19ની દવા વેચે છે પણ...

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં જ એક કેમિસ્ટની ધરપકડ કરવામાં આવી છે જે કોવિડ-19ની સારવારની દવા વેચતો હતો પરંતુ તે નકલી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટે આ કેમિસ્ટની દિલ્હીના ગોવિંદપુરી કોલોનીમાંથી ધરપકડ કરી છે.

આ કેમિસ્ટ નકલી Tocilizumab વેચતો હતો, આ દવા કોવિડ-19ની સારવારમાં વપરાય છે. પોલીસે કહ્યું કે, આ કેસમાં તે આગળ તપાસ કરી રહી છે અને 15 શીશીઓ જપ્ત કરી છે.

મુંબઈ મિરરમાં આવેલા રિપોર્ટ અનુસાર ક્રાઈમ બ્રાન્ચ (યુનિટ 9)ના સિનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર ગોપાલેએ કહ્યું કે, Tocilizumabના 15 ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. અમે આ ગૅન્ગની શોધ કરી રહ્યા છે જે ઈન્જેક્શનને વધુ કિંમતમાં વેચે છે.

આ દવાઓ જપ્ત કર્યા બાદ પોલીસ અધિકારીઓએ અમૂક સેમ્પલ રોશ પ્રોડકટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડમાં મોકલ્યા જ્યાં ખબર પડી કે આ દવાઓ નકલી છે. ત્યારબાદ આરોપી અજય શ્યામલાલ નાસા (40)ને કસ્ટડીમાં લેવાયો છે.

ગોપાલેએ કહ્યું કે, આરોપીએ પહેલા અસલી ઈન્જેક્શન લીધુ અને પછી ઉત્તરાખંડની કંપનીમાંથી ઓર્ડર કરીને સેમ બોટલ્સ બનાવી. તે આ દવાના નામનું લેબલ લગાડીને તેમાં અસ્થમાની દવાઓ- ડેક્સોના અને ડેરીફીલીનને પાણીમાં મિક્સ કરતો હતો. 

coronavirus covid19