રસ્તા પર કૂતરો આડો ઊતર્યો એટલે મહિલાની કાર રસ્તા પરથી ઊતરીને પાર્ક કરેલી ગાડીઓમાં ઘૂસી ગઈ

21 September, 2025 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચુનાભઠ્ઠી પોલીસે આ મહિલા-ડ્રાઇવરની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

ચેમ્બુરમાં સિંધી સોસાયટી વિસ્તારમાં એક મહિલા-ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં તેની રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ચારથી પાંચ કારને અથડાઈ હતી. મહિલાનું કહેવું હતું કે રસ્તા પર કૂતરો અચાનક દોડીને આવ્યો એટલે એને બચાવવા જતાં મેં કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર રસ્તા પરથી ઊતરીને પાર્ક કરેલી ગાડીઓમાં ઘૂસી ગઈ. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. જોકે પાર્ક કરેલી ગાડીઓને ભારે નુકસાન થયું હતું. ચુનાભઠ્ઠી પોલીસે આ મહિલા-ડ્રાઇવરની અટકાયત કરીને વધુ પૂછપરછ કરી હતી.

mumbai news mumbai chembur Crime News mumbai crime news chunabhatti