વાકોલાના મ્યુઝિશ્યનની હત્યાના મામલે ચાર્જશીટ દાખલ

09 March, 2020 08:41 AM IST  |  Mumbai Desk | Anurag Kamble

વાકોલાના મ્યુઝિશ્યનની હત્યાના મામલે ચાર્જશીટ દાખલ

બેનેટ રિબેલો

ગયા નવેમ્બરમાં વાકોલાના મ્યુઝિશ્યન બેનેટ રિબેલોની હત્યાના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફાઇલ કરેલી ચાર્જશીટમાં હત્યારો ટીનેજર એ કૃત્ય બદલ મિત્રો સામે વટ મારતો હોવાનું જણાવવામાં આવ્યું છે. ૧૩૮૭ પાનાંની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું હતું કે હત્યારો જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એમ રિબેલો સાથે ઝપાઝપીમાં પોતાના અને ગર્લફ્રેન્ડ (બેનેટની દત્તક પુત્રી)ના હાથ પરના ઉઝરડા પણ દોસ્તોને બતાવતો હતો.

૨૬ નવેમ્બરે વાકોલાના ઘરમાં ૫૯ વર્ષના બેનેટ રિબેલોની હત્યા કરવામાં આવી હતી. દત્તક લીધેલી ૧૭ વર્ષની દીકરી અને તેના ૧૬ વર્ષના પ્રેમીએ રિબેલોની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. એ ટુકડા પછી સૂટકેસ અને બૅગમાં ભરીને માહિમની ખાડીમાં ફેંકી દીધા હતા. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યા મુજબ ૧૬ વર્ષના છોકરાએ તેના ૧૦ મિત્રોની મદદ માગી હતી. એ બધાએ આ બાબત તેની અંગત બાબત હોવાનું જણાવતાં મદદ કરવાની ના પાડી દીધી હતી. છોકરાએ રિબેલોના મૃતદેહના ટુકડા કરવા માટે દોસ્તારો પાસે કુહાડી માગી હતી, પરંતુ તેઓએ ન આપી ત્યારે છરી વડે ટુકડા કર્યા હતા.

anurag kamble mumbai news mumbai