રિક્ષા પલટી થઈ અને ચેઇનચોર પકડાયો

17 January, 2017 05:54 AM IST  | 

રિક્ષા પલટી થઈ અને ચેઇનચોર પકડાયો

ત્યારે મહિલાએ ચોર-ચોરની બૂમાબૂમ કરી મૂકતાં રાહદારીઓએ રિક્ષાનો પીછો કર્યો હતો. એ વખતે લોકોથી બચવા રિક્ષા ભગાવતી વખતે રિક્ષા-ડ્રાઇવરને સ્પીડબ્રેકર દેખાયું નહોતું એટલે રિક્ષા પલટી ખાઈ હતી. લોકોએ રિક્ષા-ડ્રાઇવર અને ચેઇન-સ્નૅચરને પકડી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો. એ દરમ્યાન સ્થાનિક રહેવાસીએ વાકોલા પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ૨૭ વર્ષના ફારુક શેખ અને ૨૮ વર્ષના ધીરજ કનોજિયાની કસ્ટડી લીધી હતી. બન્ને આરોપીઓને મામૂલી ઈજા થઈ હતી.