ગુજરાત જતાં વધારાનાં દળો મહારાષ્ટ્રમાં વાળવામાં આવ્યાં

16 November, 2012 05:41 AM IST  | 

ગુજરાત જતાં વધારાનાં દળો મહારાષ્ટ્રમાં વાળવામાં આવ્યાં



સરકારી સૂત્રોના કહેવા મુજબ બાળ ઠાકરેની તબિયત અત્યંત ગંભીર હોવાના ન્યુઝ ફેલાતાં શિવસૈનિકોએ બુધવારે મોડી રાતે બાંદરાના કલાનગરમાં માતોશ્રી બંગલાની બહાર રહેલી મિડિયાની વૅન સહિત અનેક દુકાનોને નુકસાન પહોંચાડ્યું હોવાને પગલે મહારાષ્ટ્ર સરકારે વધારાની સુરક્ષાનો બંદોબસ્ત કરવા માટે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મદદ માગી હતી. એને પગલે આવતા મહિને ગુજરાતમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના બંદોબસ્ત માટે ગુજરાત જઈ રહેલી ફોર્સને મહારાષ્ટ્રમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહમંત્રાલય મુંબઈની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ ખાતાના સેક્રેટરી આર. કે. સિંહે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી જયંત કુમાર સાથે ચર્ચા કરી કેન્દ્ર સરકાર તરફથી પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. અત્યારે મુંબઈમાં મોટા પાયા પર મુંબઈપોલીસ સહિત રૅપિડ ઍક્શન ફોર્સને તહેનાત કરવામાં આવી છે. બાંદરામાં જ્યાં બાળ ઠાકરેનો બંગલો આવેલો છે ત્યાં મોટી સંખ્યામાં બૅરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ રાજ્યમાં લૉ ઍન્ડ ઑર્ડર જળવાઈ રહે એના પર સતત મૉનિટરિંગ કરી રહ્યા છે.