સેન્ટ્રલ રેલવેએ એસી લોકલ શરૂ કરવામાં ઉતાવળ કરી: યાત્રી સંઘ

26 December, 2020 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવેએ એસી લોકલ શરૂ કરવામાં ઉતાવળ કરી: યાત્રી સંઘ

સેન્ટ્રલ રેલવેના રેલવે પ્રવાસીઓ લાંબા સમયથી એસી લોકલની સુવિધાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સેન્ટ્રલ રેલવેએ ખૂબ ઉતાવળ કરીને લૉકડાઉન દરમિયાન ૧૭ ડિસેમ્બરથી સીએસએમટીથી કલ્યાણ દરમિયાન એસી લોકલ શરૂ કરી દીધી હતી. હાલના કોરોના કાળમાં સામાન્ય પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી નથી ત્યારે આ એસી લોકલ શરૂ કરાઈ હોવાથી રેલવે પ્રવાસી સંઘો દ્વારા આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે હાલમાં એસી લોકલમાં નામ માત્ર પ્રવાસીઓ પ્રવાસ કરતાં હોવાથી નારાજગી દાખવી છે. લૉકડાઉન જેવા અયોગ્ય સમયે પર એસી લોકલ શરૂ થવાની સાથે ટ્રેનનો ટાઈમટેબલ પણ યોગ્ય રીતે નિયોજિત કરાયો ન હોવાનું પ્રવાસી સંઘનું કહેવું છે.

રેલયાત્રી પરિષદના અધ્યક્ષ સુભાષ ગુપ્તાએ મિડ-ડેને જણાવ્યું હતું કે ‘લૉકડાઉનમાં સરકારે અતિઆવશ્યક સેવાઓથી જોડાયેલા લોકોને જ પ્રવાસ કરવા પરવાનગી આપી છે. આવા સંજોગોમાં એસી લોકલ કંઈ રીતે શરૂ કરી એ જ સમજાતું નથી. ’

સેન્ટ્રલ રેલવેના સિનિયર પબ્લિક રિલેશન ઓફિસર એ.કે.જૈને મિડ-ડેને કહ્યું હતું કે ‘આ એસી લોકલ મેન લાઈન પર ચાલુ છે અને સ્ટેટ ગર્વમેન્ટે અતિઆવશ્યક સેવાઓથી સંકળાયેલા લોકોને જ પ્રવાસ કરવાની અનુમતી આપી છે.

mumbai mumbai news central railway