માથેરાનના પ્રવાસીઓને સેન્ટ્રલ રેલવેએ આપી વિશેષ સુવિધા

04 February, 2023 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવે દ્વારા એના મુસાફરોના લાભ માટે માથેરાનની ટૉય ટ્રેનમાં વિશેષ એસી સલૂન કોચ જોડવામાં આવશે.

માથેરાનના પ્રવાસીઓ માટે નવી સુવિધા ઊભી કરાઈ


મુંબઈ ઃ સેન્ટ્રલ રેલવે દ્વારા એના મુસાફરોના લાભ માટે માથેરાનની ટૉય ટ્રેનમાં વિશેષ એસી સલૂન કોચ જોડવામાં આવશે. ટૉય ટ્રેન સાથે જોડાયેલો એસી સલૂન કોચ આઠ સીટર હશે અને એ જ દિવસે પાછા આવવાની તેમ જ વન નાઇટ સ્ટે કરીને પાછા આવવાની સુવિધા પ્રવાસીઓને આપવામાં આવી છે. આ એસી સલૂન ૩૬૦ ડીગ્રી ઓપન હોવાથી કુદરતને માણવાનો રોમાંચ પણ મળશે. 
ટ્રેનનો સમય
નેરલથી માથેરાન ઃ નેરલથી સવારે ૮.૫૦ વાગ્યે ઊપડીને માથેરાન સવારે ૧૧.૩૦ વાગ્યે પહોંચશે. નેરલથી સવારે ૧૦.૨૫ વાગ્યે ઊપડીને માથેરાન બપોરે ૧.૦૫ વાગ્યે પહોંચશે
માથેરાનથી નેરલ ઃ  માથેરાનથી બપોરે ૨.૪૫ વાગ્યે ઊપડીને નેરલ સાંજે ૪.૩૦ વાગ્યે પહોંચશે. માથેરાનથી સાંજે ૪ વાગ્યે ઊપડીને નેરલ સાંજે ૬.૪૦ વાગ્યે પહોંચશે
કેટલું ભાડું?
રાઉન્ડ ટ્રિપ એ જ દિવસે પૂરી થશેઃ સપ્તાહના દિવસોમાં ૩૨,૦૮૮ રૂપિયા ટૅક્સ સહિત અને વીક-એન્ડમાં ૪૪,૬૦૮ રૂપિયા ટૅક્સ સહિત 
રાત્રિરોકાણ સાથે રાઉન્ડ ટ્રિપ ઃ અઠવાડિયાના દિવસોમાં ૩૨,૦૮૮ રૂપિયા ટૅક્સ સાથે પ્રત્યેક કલાકના ૧૫૦૦ રૂપિયાના હિસાબે ડિટેન્શન ચાર્જ ચૂકવવાનો રહેશે અને વીક-એન્ડ ૪૪,૬૦૮ રૂપિયા ટૅક્સ સાથે પ્રત્યેક કલાકના ૧૮૦૦ રૂપિયાના હિસાબે ડિટેન્શન ચાર્જ ચૂકવવાનો રહેશે. 


શરતો
રસ ધરાવતા પ્રવાસીઓ સાત દિવસ પહેલાં પસંદ કરેલા પ્લાનના કુલ ભાડાના ૨૦ ટકાની ઍડ્વાન્સ પેમેન્ટ કરીને ૧૦,૦૦૦ રૂપિયાની રીફન્ડપાત્ર સિક્યૉરિટી ડિપોઝિટ સાથે એસી સલૂન બુક કરી શકે છે.
 બાકીની ૮૦ ટકા રકમ મુસાફરીની તારીખના ૪૮ કલાક પહેલાં ચૂકવવાની રહેશે. જો તે નિષ્ફળ જશે તો ઍડ્વાન્સ રકમ અને સિક્યૉરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે અને બુકિંગ રદ કરવામાં આવશે. 
જો બુકિંગ ૪૮ કલાકની અંદર રદ કરવામાં આવે તો કોઈ રીફન્ડ આપવામાં આવશે નહીં. 
બુકિંગ ચીફ બુકિંગ સુપરવાઇઝર, નેરલ અથવા સેન્ટ્રલ રેલવેનાં કોઈ પણ નજીકનાં સ્ટેશનો પર યુપીઆઇ, પીઓએસ અથવા રોકડ દ્વારા કરી શકાશે. 

mumbai news matheran central railway