ટિકિટના બ્લૅક રોકવા સેન્ટ્રલ રેલવેએ આઇટી-ટીમ બનાવી

16 December, 2020 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટિકિટના બ્લૅક રોકવા સેન્ટ્રલ રેલવેએ આઇટી-ટીમ બનાવી

પ્રતીકાત્મક તસવીર

રેલવેમાં ટિકિટોની મોટી કાળાબજારી સામે આવી રહી હોવાથી સેન્ટ્રલ રેલવેએ આઇટી સેલની શરૂઆત કરી છે. જેઓ ટિકિટ બુક કરતા લોકો અને એજન્ટો પર ધ્યાન કેન્દ્રીત કરશે. મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ‘આ આઇટી સેલ તત્કાળ ટિકિટના નામ પર થતી લોકો સામે છેતરપિંડીમાં લોકોને બચાવશે અને એકસાથે થતા મોટા બુકિંગમાં પણ દેખરેખ કરશે.

સેન્ટ્રલ રેલવેમાં ટિકિટોની કાળાબજારીની અનેક ફરિયાદો સામે આવતાં સોમવારે મધ્ય રેલવેના પ્રબંધક સંજીવ મિત્તલે આઇટી સેલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મધ્ય રેલવેના સુરક્ષા કમિશનર અતુલ પાઠક પણ હાજર રહ્યા હતા.

mumbai mumbai news central railway