સેન્ટ્રલ રેલવેએ એક લાખ ખુદાબક્ષો પાસેથી એક કરોડ રૂપિયા વસૂલ્યા

08 January, 2021 09:16 AM IST  |  Mumbai | Mumbai correspondent

સેન્ટ્રલ રેલવેએ એક લાખ ખુદાબક્ષો પાસેથી એક કરોડ રૂપિયા વસૂલ્યા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લોકલ ટ્રેન હજી સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામાં નથી આવી, પણ અતિઆવશ્યક સેવા માટે ચાલુ હોવાથી એનો લાભ લઈને મોટી સંખ્યામાં લોકો કોઈ પણ પ્રકારની ટિકિટ લીધા વિના લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરે છે એ હવે જગજાહેર છે, પણ એની ચાડી ખાતા આંકડા સેન્ટ્રલ રેલવેએ જાહેર કર્યા છે.
લૉકડાઉન પછી લોકલ ટ્રેનો શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સેન્ટ્રલ રેલવેએ એક લાખથી વધારે પ્રવાસીઓને ટિકિટ વગર પ્રવાસ કરતા પકડીને તેમની પાસેથી એક કરોડ રૂપિયાથી વધારેનો દંડ વસૂલ્યો છે.
લૉકડાઉન બાદ ટિકિટ લીધા વિના પ્રવાસ કરતા ૧,૦૧,૦૧૮ લોકોને મધ્ય રેલવેએ વિધાઉટ ટિકિટ પકડીને આશરે એક કરોડ જેટલો ફાઇન વસૂલ કર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ૭૦૦૦થી વધુ લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
મધ્ય રેલવેના પીઆરઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કેસ વધવાનાં કારણ એ છે કે સામાન્ય જનતાને ટિકિટ આપવામાં આવતી નથી એથી લોકો ટિકિટ વિના લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા થયા છે.

mumbai mumbai news central railway