રામદાસ આઠવલેએ આપ્યું નિવેદન: કહ્યું - ‘મધર્સ ડે’ની જેમ ‘વાઇફ ડે’ પણ ઊજવવો જોઈએ

15 May, 2022 08:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પત્ની દિવસની ઉજવણી કરીને પત્નીનું સન્માન કરવું જોઈએ: આઠવલે

ફાઇલ તસવીર

ગો કોરોના ગોથી સોશિયલ મીડિયાનું દિલ જીતનારા કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે ક્યારેક કવિતાઓ, ક્યારેક હાસ્યાસ્પદ નિવેદનો, ક્યારેક કોઈને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપવા જેવા અનેક કારણો સર કારણોસર હંમેશા ચર્ચામાં રહે છે. હવે તે વધુ એક કારણસર ચર્ચામાં આવ્યા છે. રામદાસ આઠવલેએ કહ્યું છે કે માતૃ દિવસની જેમ જ પત્ની દિવસની ઉજવણી કરવી જોઈએ.

તેમણે કહ્યું છે કે વિશ્વ માતૃ દિવસની ઉજવણી એ એક સારો વિચાર છે. માતાનો ઉપકાર કદી ન ભૂલી શકાય તેવો છે. સ્ત્રીત્વના અનેક સ્વરૂપો છે. માતૃત્વને વિશ્વભરમાં આદર આપવામાં આવે છે. સ્ત્રી શક્તિનું પ્રતિક છે. સ્ત્રીના માતા, બહેન, પત્ની જેવા અનેક રૂપ છે. આઠવલેએ કહ્યું કે મધર્સ ડેની જેમ વાઈફ ડે પણ ઊજવવો જોઈએ. માતા જન્મ આપે છે, ઉછેરે છે અને પાલનપોષણ કરે છે. એવી જ રીતે પત્ની પુરુષનો સાથ આપે છે. સફળ પુરુષો પાછળ સ્ત્રીનું પીઠબળ હોય છે. તેથી માતૃ દિવસની જેમ પત્ની દિવસની ઉજવણી કરીને પત્નીનું સન્માન કરવું જોઈએ, એમ તેમણે સૂચન કર્યું હતું.

સાંગલીના રાજમતી નાલગોંડા પાટીલ કન્યા મહાવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ નિમિત્તે રામદાસ આઠવલે દ્વારા રાજમાતા જીજાઉ આદર્શ મધર એવોર્ડ 2022નું વિતરણ કરવામાં આવ્યું હતું. તે સમયે આઠવલે વાત કરી રહ્યા હતા.

mumbai mumbai news ramdas athawale mothers day