દિવાળી દરમ્યાન ગુટકાને નો એન્ટ્રી શહેરની બૉર્ડરો પર સઘન ચકાસણી

30 October, 2012 05:30 AM IST  | 

દિવાળી દરમ્યાન ગુટકાને નો એન્ટ્રી શહેરની બૉર્ડરો પર સઘન ચકાસણી

તેથી જ તહેવારોની સીઝનમાં શહેરમાં ગુટકાનાં પૅકેટો પ્રવેશે નહીં એ માટે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મુંબઈપોલીસ તથા સબર્બન્સ કલેક્ટરોની મદદ માગવામાં આવી છે અને શહેરની બૉર્ડરો પર ચકાસણીનું પ્રમાણ વધારી દીધું છે.

ગયા સપ્તાહે શહેરના કલેક્ટર તથા એફડીએના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક બેઠક થઈ હતી જેમાં સુધરાઈની મદદથી તમામ ઑક્ટ્રૉયનાકાં પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એટલું જ નહીં, દરેક સ્થળે ઉપલબ્ધ રાજ્ય પોલીસની પણ સહાય માગવામાં આવી છે.

શું તમે જાણો છો?

રાજ્ય સરકાર દ્વારા જુલાઈ મહિનામાં ગુટકા તથા પાન-મસાલાના વેચાણ, ઉત્પાદન, સેવન તથા સંગ્રહ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ બાદ છેલ્લા બે મહિનામાં એફડીએએ ૧૦ કરોડ રૂપિયાની કિંમતનો ગુટકાનો જથ્થો જપ્ત કર્યો છે. સમગ્ર દેશમાં કુલ ૧૩ રાજ્યોએ ગુટકા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સૌથી વધુ જથ્થો મહારાષ્ટ્રે જ જપ્ત કર્યો છે. હવે જપ્ત કરેલા ગુટકાનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનું એફડીએ વિચારી રહી છે.