શાબાશ, મૅક્યુલર ડિસ્ટ્રોફી હોવા છતાં CBSEના દસમા ધોરણમાં 93 ટકા

16 July, 2020 07:44 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

શાબાશ, મૅક્યુલર ડિસ્ટ્રોફી હોવા છતાં CBSEના દસમા ધોરણમાં 93 ટકા

સોમૈયા સ્કૂલ, વિદ્યાવિહારનો નિરામય ખિમાસિયા.

મન હોય તો માળવે જવાય એ પંક્તિને સાર્થક કરતો ચેમ્બુરમાં રહેતો નિરામય ગઈ કાલે જાહેર થયેલા CBSEના દસમા ધોરણમાં ૯૩ ટકાએ ઉત્તીર્ણ થયો હતો. નિરામય ખિમાસિયા મૅક્યુલર ડિસ્ટ્રોફી ડિસીઝથી પીડિત હોવા છતાં પણ તેણે હાર માની નહીં અને સતત અભ્યાસ અને પોતાના પર વિશ્વાસ રાખીને મહેનત કરીને જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાની સફળતાનું શ્રેય ટીચર્સ અને પેરન્ટ્સને આપ્યું હતું. નિરામયનું બિઝનેસમૅન બનવાનું સ્વપ્ન છે.

રેગ્યુલર અભ્યાસ કરતો અને ટીચર જ્યારે ભણાવે ત્યારે જે કંઈ ડાઉટ હોય એ ક્લિયર કરી લેતો અને બોર્ડની પરીક્ષાના છ મહિના પહેલાંથી મેં ટીવી જોવાનું પણ બંધ કરી દીધું હતું એમ જણાવતાં નિરામય ખિમાસિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૅથ્સ અને ફિઝિક્સ મારા મનપસંદ વિષય છે. સ્કૂલમાં ટીચર જે ભણાવે એના પર પૂરતું ધ્યાન આપતો અને ક્યારેક કોઈ ડાઉટ હોય તો ટીચરને મેઇલ કરીને પણ પૂછી લતો. હું લખીને પ્રૅક્ટિસ કરતો અને મેં બોર્ડની એક્ઝામ સમયે પેપર્સ પણ સૉલ્વ કર્યાં હતાં. ફ્યુચરમાં બિઝનેસમૅન બનવાનું મારું સપનું છે. સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે નિયમિત અભ્યાસ કરી લેવો અને દરેક ચૅપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર કરવો અને હાર્ડ વર્ક કરવું.’

આ પણ વાંચો : રેમડેસિવીરની સપ્લાયમાં પ્રૉબ્લેમ્સ પ્રાણઘાતક?

ભણવાની સાથે તે ચેસમાં પણ આગળ છે. ચેસ ટુર્નામેન્ટમાં પણ તે ભાગ લેતો. આ સિવાય કીબોર્ડ વગાડવું પણ તેને ગમે છે એમ જણાવતાં નિરામયના પપ્પા જયદીપ ખિમાસિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે નિરામય સારા માર્ક્સે પાસ થતો આવ્યો છે. રેગ્યુલર સ્ટડી કરે અને જે કંઈ ડાઉટ હોય એને ત્યારે જ ક્લિયર કરી લેતો. માઇન્ડને ફ્રેશ કરવા તે કૉમેડી સિરિયલ્સ જોતો અને ક્રિકેટ પણ તેનું પ્રિય હોવાથી મૅચ પણ જોતો, પરંતુ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા તેણે છ મહિના સુધી ટીવી પણ નહોતું જોયું અને સતત હાર્ડ વર્ક કર્યું હતું. નિરામયની મહેનત રંગ લાવી અને તેને દસમા ધોરણમાં સારા માર્ક્સ આવ્યા. અમે બહુ ખુશ છીએ. અમને અમારા દીકરા પર ગર્વ છે.’

mumbai mumbai news central board of secondary education chembur urvi shah-mestry