midday

પાસપોર્ટ કરપ્શન કેસમાં મુંબઈ અને ના​શિકમાં ૩૩ જગ્યાએ CBIની રેઇડ, ૩૨ જણની ધરપકડ

30 June, 2024 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માહિતીના આધારે તપાસ કરીને બુધવારે લોઅર પરેલ અને મલાડ સહિત નાશિકમાં કુલ ૩૩ જગ્યાએ રેઇડ પાડી હતી
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પાસપોર્ટ કેન્દ્રમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે મળેલી માહિતીના આધારે તપાસ કરીને બુધવારે લોઅર પરેલ અને મલાડ સહિત નાશિકમાં કુલ ૩૩ જગ્યાએ રેઇડ પાડી હતી. આ કાર્યવાહી હેઠળ CBIએ ૧૨ કેસ નોંધ્યા છે અને લોઅર પરેલ અને મલાડની પાસપોર્ટ ઑફિસમાં કામ કરતા પાસપોર્ટ અસિસ્ટન્ટ અને સિનિયર પાસપોર્ટ અસિસ્ટન્ટ સહિત ૧૪ કર્મચારીઓ અને ૧૮ એજન્ટની ધરપકડ કરી છે. પાસપોર્ટ ઑફિસના કર્મચારીઓને સંડોવતા ભ્રષ્ટાચારના આ પ્રકરણમાં CBI દ્વારા કહેવાયું હતું કે આમ બનાવટી, છેતરપિંડી કરીને સબ​મિટ કરાયેલા ડૉક્યુમેન્ટ્સના આધારે પૈસા લઈને પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવતા હતા.

Whatsapp-channel
mumbai news mumbai nashik central bureau of investigation malad lower parel mumbai police