લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બાંધી ફરી જનાર પોલીસની સામે ગુનો નોંધાયો

18 April, 2021 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કફ પરેડ પોલીસ-સ્ટેશનમાં કાર્યરત આરોપી એપીઆઇ ૨૦૧૨થી મહિલા પીએસઆઇ સાથે રિલેશનશિપ ધરાવતો હતો

પ્રતીકાત્મક તસવીર

મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પીએસઆઇ)ને લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધનાર અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (એપીઆઇ)એ પાછળથી ફરી જઈને અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતાં મહિલા પીએસઆઇએ આ સંદર્ભે ડોંગરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં આખરે એપીઆઇ સામે જ પોલીસે બળાત્કાર અને અકુદરતી સંભોગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયાની ઘટના બહાર આવી છે.

કફ પરેડ પોલીસ-સ્ટેશનમાં કાર્યરત આરોપી એપીઆઇ ૨૦૧૨થી મહિલા પીએસઆઇ સાથે રિલેશનશિપ ધરાવતો હતો. તેણે લગ્ન કરવાનું વચન આપીને મહિલા પીએસઆઇ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, અકુદરતી સંભોગ પણ કર્યો હતો. જોકે તેણે થોડા જ દિવસ પહેલાં અન્ય મહિલા સાથે લગ્ન કરી લેતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહિલા પીએસઆઇએ તેની સામે ફરિયાદ કરી હતી. ડોંગરી પોલીસે તેની ધરપકડ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news cuffe parade