બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ૬૪ સિમ કાર્ડ ઍક્ટિવ કરવા બદલ એક વ્યક્તિ સામે કેસ

05 June, 2023 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૭ લોકોને એ સિમ કાર્ડ આપવામાં આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

થાણે પોલીસે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ૬૪ સિમ કાર્ડ ઍક્ટિવ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહારાષ્ટ્રના કાપુરબાવડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આરોપીઓએ અંગત લાભ માટે અલગ-અલગ કપડાંમાં એક જ વ્યક્તિના ફોટાવાળા ડૉક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને તથા એના પર અલગ-અલગ નામ અને સરનામાં મૂકીને સિમ કાર્ડ ઍક્ટિવ કર્યાં હતાં. ૧૭ લોકોને એ સિમ કાર્ડ આપવામાં આવ્યાં હતાં. પોલીસે તેમની વિગતો એકત્રિત કરી છે અને તપાસ ચાલુ છે. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન તરફથી આની ચેતવણી મળ્યા બાદ શહેર પોલીસે કાર્યવાહી કરી હતી.

ભારતીય દંડસંહિતાની કલમ ૪૦૬ (વિશ્વાસનો ફોજદારી ભંગ), ૪૬૫ (બનાવટી), ૪૬૭ (મૂલ્યવાન સુરક્ષાની નકલ), ૪૬૮ (છેતરપિંડી માટે બનાવટી વસ્તુ બનાવવી) અને ૪૭૧ (છેતરપિંડી અથવા અપ્રામાણિકપણે ઉપયોગ કરવો) હેઠળ પહેલી જૂને આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવ્યો હતો.

mumbai mumbai news thane thane crime mumbai crime news Crime News mumbai police