દિલ્હીના ગૅન્ગ-રેપના વિરોધમાં કૅન્ડલ-માર્ચ અને પીસ કાર-રૅલી

26 December, 2012 07:13 AM IST  | 

દિલ્હીના ગૅન્ગ-રેપના વિરોધમાં કૅન્ડલ-માર્ચ અને પીસ કાર-રૅલી


અંકિતા સરીપડિયા

મુલુંડ-વેસ્ટમાં આવેલા શગુન હૉલથી એલબીએસ માર્ગ પર આવેલા સર્વોદયનગર સુધી અને પાંચ રસ્તાથી ર્ફોટિસ હૉસ્પિટલ સુધી રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર-રૅલીમાં ૮૦ કાર જોડાઈ હતી.

એ સિવાય થાણે-વેસ્ટમાં રવિવારે ૨૩ ડિસેમ્બરે સાંજે સાતથી નવ વાગ્યા સુધી દિલ્હી ગૅન્ગ-રેપના આરોપીઓ સામે વિરોધ દર્શાવવા પાંચપખાડી વિસ્તારથી તલાવપાડી સુધી સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા દત્તા મેઘે એન્જિનિયરિંગ કૉલેજના વિદ્યાર્થી તન્મય ગાંધીના નેજા હેઠળ સાઇલન્ટ કૅન્ડલ-માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રૅલીમાં સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ અને ૫૦થી ૧૦૦ જેટલા પેરન્ટ્સ એમ કુલ મળી ૮૦૦થી ૯૦૦ જેટલા લોકો જોડાયા હતા. રૅલીમાં નવપાડા પોલીસ-સ્ટેશનની પરવાનગી સાથે ૧૦થી ૧૫ પોલીસો પણ જોડાયા હતા.

એલબીએસ = લાલ બહાદુર શાસ્ત્રી