જેલમાંથી છૂટેલા ક્રિમિનલ માટે કાર-બાઇક રૅલી

01 August, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માલવણીમાંની આ રૅલી યોજાયા પછી પાંચ લોકોની થઈ અરેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

મલાડના માલવણી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક આરોપી આઇપીસીની કલમ ૩૦૭ હેઠળ એક કેસમાં ઘણા વખતથી જેલમાં બંધ હતો. ગઈ કાલે તે છૂટીને જેલમાંથી બહાર બહાર આવ્યો ત્યારે માલવણી વિસ્તારમાં રહેતા તેના સમર્થકો દ્વારા કાર અને બાઇક રૅલી કાઢવામાં આવી હતી. ૧૦૦થી વધુ લોકોએ માસ્ક પહેર્યા વગર રૅલી યોજી હતી તેમ જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. રૅલીનો વિડિયો વાઇરલ થયા બાદ માલવણી પોલીસ હરકતમાં આવી હતી અને આઇપીસીની કલમ ૧૮૮ અને ૨૬૯ હેઠળ કેસ નોંધીને પાંચ જણની ધરપકડ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news malad