દિલ્હી પોલીસ રાજ ઠાકરે સામેની ફરિયાદની તપાસને કારણે મૂંઝવણમાં

23 September, 2012 05:15 AM IST  | 

દિલ્હી પોલીસ રાજ ઠાકરે સામેની ફરિયાદની તપાસને કારણે મૂંઝવણમાં

સબ્ઝી મંડી પોલીસે આ બાબતે દિલ્હીની મેટ્રોપૉલિટન ર્કોટને કહ્યું છે કે ‘રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલી એ કમેન્ટ ન તો સબ્ઝી મંડી પોલીસ-સ્ટેશનની હદમાં થઈ છે અને ન તો એ કમેન્ટ જે ન્યુઝપેપરમાં છાપવામાં આવી છે એ દિલ્હીમાં પ્રિન્ટ થયું છે. આ ઉપરાંત  મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ઑફિસ પણ દિલ્હીમાં નથી. ફરિયાદ જે ન્યુઝપેપરમાં છાપવામાં આવેલા આર્ટિકલના આધારે કરવામાં આવી છે એ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના સાહિબાબાદમાં છપાય છે એટલે વધુ તપાસ માટે એ કેસ ગાઝિયાબાદના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસને મોકલવામાં આવ્યો છે.