કૅનેડાના માર્ગે અમેરિકામાં માનવ તસકરીઃ ચાર ગુજરાતી ઠંડીમાં મર્યા, બીજા પાંચ પકડાયા

23 January, 2022 09:40 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

મરનારમાં એક પુરુષ, એક મહિલા, એક નવજાત અને એક ટીનેજર બાળકનો સમાવેશ થાય છે

પ્રતીકાત્મક તસવીર

કૅનેડાની પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે અમેરિકા અને કૅનેડાની સરહદ પર મરણ પામેલી હાલતમાં મળેલ ૪ વ્યક્તિઓ ગુજરાતના એક પરિવારના સભ્યો હતા. તેઓ માનવ તસકરીના ભાગરૂપે કૅનેડાના માર્ગે અમેરિકામાં પ્રવેશ કરવા માગતા હતા. મરનારમાં એક પુરુષ, એક મહિલા, એક નવજાત અને એક ટીનેજર બાળકનો સમાવેશ થાય છે. આ તમામનાં મોત ઠંઠીને કારણે થયાં હતાં. કૅનેડા પોલીસના જણાવ્યા પ્રમાણે એમના મતૃદેહો કૅનેડાની સરહદની અંદર ૧૨ મીટરના ક્ષેત્રમાં મળ્યા હતા. અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા કૅનેડાથી અમેરિકા ઘૂસવા માગતા કેટલાક લોકોની ધરપકડની માહિતી આપ્યા બાદ કૅનેડાની પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.  અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સરહદથી એક કિલોમીટર દૂર એક વૅનને અટકાવી હતી. જેમાં ૧૫ જેટલા મુસાફરો હતા. વૅનના ૪૭ વર્ષના ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ વૅનની થોડાક અંતરે પાંચ ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ ગુજરાતી બોલતા હતા. પાંચ પૈકી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેઓ ચાલીને કૅનેડાથી અમેરિકા જઈ રહ્યા હતા.  

ગાંધીનગર નજીકના એક ગામના ચાર સભ્યો લાપતા

મોટા ભાગના લોકો વિડિયો કૉલ દરમ્યાન સામેની સ્ક્રીન પર દેખાતા પોતાના ફોટા સામે જ જોતા હોય છે. યસ, તમે બરાબર દેખાઓ છો કે નહીં એ એન્શ્યૉર કરવું મહત્ત્વનું છે, પરંતુ એ પછી વાતચીત દરમ્યાન કૅમેરા સામે તમારી આંખ હોવી જોઈએ. જ્યારે તમારી નજર કૅમેરા સિવાયની બીજી જગ્યા પર હોય છે ત્યારે સામેવાળાને એ વિયર્ડ ભાસે છે. તમે આ મીટિંગમાં ઇન્ટરેસ્ટેડ નથી અને અહીંતહીં જોઈ રહ્યા છો એવું લાગી શકે. કૅમેરામાં જોવાથી તમે કૉન્ફરન્સમાં જોડાયેલી દરેક વ્યક્તિ સાથે આઇ-કૉન્ટેક્ટ કરી રહ્યા છો એવી ફીલ આપો છો. દરેકને લાગે છે કે તમે તેમની સામે જોઈ રહ્યા છો.

બહુ જ દુખદ ઘટના : કૅનેડાના વડા પ્રધાન

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે માનવ તસકરી રોકવા માટે એમની સરકાર અમેરિકા સાથે મળીને કામ કરી રહી છે. ઠંડીને કારણે એક જ ​પરિવારના ચાર સભ્યોનાં મોતની ઘટનાને ભારે દુખદ ગણાવતા એમણે કહ્યું હતું કે ‘એક પરિવાર આ રીતે મરણ પામે તે ઘણી જ દુખદ વાત છે.  આ મામલે હું કડક કાર્યવાહી કરીશ.’ 
કૅનેડામાંથી આ રીતે અમેરિકા જવાની ઘટના ૨૦૧૬થી વધુ પડતી બનવા લાગી છે. 

international news united states of america canada