ટૅક્સીચાલકોએ સીટ-બેલ્ટ લગાવવા માગ્યો વધુ સમય

06 November, 2022 10:58 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ટૅક્સીમાં બેઠા પછી સીટ-બેલ્ટ બાંધવાની જવાબદારી મુસાફરોની રહેશે અને એ નહીં પહેર્યો હોય તો તેમને ફાઇન કરવામાં આવશે

ફાઇલ તસવીર

 મુંબઈના ટૅક્સીચાલકોએ પાછળની સીટ પરના સીટ-બેલ્ટ કાઢી નાખ્યા છે તથા હવે નવેસરથી સીટ-બેલ્ટ લગાવી રહ્યા હોવાથી તેમણે સીટ-બેલ્ટ લગાવવા માટે વર્ષના અંત સુધીનો સમય માગ્યો છે. આ ઉપરાંત ટૅક્સીમાં બેઠા પછી સીટ-બેલ્ટ બાંધવાની જવાબદારી મુસાફરો પર રહેશે, ટૅક્સીચાલકો પર નહીં. મુંબઈ ટૅક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી એ. એલ. ક્વૉડ્રોસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મુંબઈ પોલીસના આદેશ અનુસાર પોતાની સુરક્ષા માટે સીટ-બેલ્ટ પહેરવાની જવાબદારી મુસાફરોની રહેશે. અનેક ટૅક્સીચાલકોએ પાછળની સીટ પરના સીટ-બેલ્ટ કાઢી નાખ્યા છે તથા હવે બધા જ નવેસરથી સીટ-બેલ્ટ લગાવી રહ્યા છે. જોકે માર્કેટમાં સીટ-બેલ્ટ ઉપલબ્ધ ન હોવાથી અમે કાર-ઉત્પાદકોને એ પૂરા પાડવા વિનંતી કરી છે અને એટલે જ અમે સીટ-બેલ્ટ બેસાડવા માટે વધુ સમયની માગણી કરી રહ્યા છીએ.’ નિયમનો અમલ ૧૧ નવેમ્બરથી શરૂ થશે.

mumbai mumbai news rajendra aklekar