16 November, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુર્ઘટના બની એ કન્સ્ટ્રક્શન-સાઇટ.
શનિવારે બપોરે ભાયખલામાં એક કન્સ્ટ્રક્શન-સાઇટ પર પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે કામ કરી રહેલા મજૂરો પર માટી અને કાદવ ધસી પડતાં બે મજૂરોએ જીવ ગુમાવ્યો હતો અને ત્રણ મજૂરોને ગંભીર ઈજા થઈ હતી.
ગઈ કાલે બપોરે ૨.૪૧ વાગ્યે ભાયખલા-વેસ્ટમાં હંસ રોડ પર હબીબ મૅન્શનમાં પાયા ખોદવાનું અને પાઇલિંગનું કામ ચાલી રહ્યું હતું. દરમ્યાન ખાડામાં ઊતરેલા મજૂરો પર અચાનક માટી અને કાદવનો મોટો ઢગલો ધસી પડતાં પાંચ મજૂરો અંદર દટાયા હતા. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત પાંચ મજૂરોને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા; જ્યાં ડૉક્ટરોએ એમાંથી બેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ૩ અન્ય સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે એમ હૉસ્પિટલના પ્રશાસને જણાવ્યું હતું.