કાંદિવલી સ્કૂલ વિદ્યાર્થીનું મોત : પેરન્ટ્સ v/s મૅનેજમેન્ટ

15 December, 2012 09:48 AM IST  | 

કાંદિવલી સ્કૂલ વિદ્યાર્થીનું મોત : પેરન્ટ્સ v/s મૅનેજમેન્ટ



 હવે તો ‘બસ’ કરો : કાંદિવલીની એસવીપી સ્કૂલની બહાર ગઈ કાલે ધરણાં કરી રહેલા સ્ટુડન્ટ્સ અને પેરન્ટ્સ. સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવ. તસવીરો : શિરીષ વક્તાણિયા



કાંદિવલી (વેસ્ટ)ના શાંતિલાલ મોદી રોડ પર આવેલી એસવીપી (સરદાર વલ્લભભાઈ પટેલ) સ્કૂલ સામે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ૧૦૦થી વધુ સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે ધરણાં કરીને બાળકો માટે સ્કૂલ-બસની વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી, પરંતુ સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે સ્કૂલબસ શરૂ કરવી અમારા માટે ઘણું મોંઘું છે અને પેરન્ટ્સને પણ સ્કૂલબસનું ભાડું પરવડતું નથી.

૬ ડિસેમ્બરે આ સ્કૂલના સ્ટુડન્ટ્સને લાવતી મહેતા ટ્રાવેલ્સની બસની અડફેટે આવતાં આ જ સ્કૂલના છ વર્ષના સ્ટુડન્ટ ગૌતમ રવિ નાયડુના મૃત્યુ બાદ આ બસ-સર્વિસ હવે બંધ કરી દેવામાં આવી છે. હવે સ્કૂલના સ્ટુડન્ટ્સ રિક્ષા કે બેસ્ટની બસમાં તેમના જોખમે આવી રહ્યા છે.

પ્રિન્સિપાલ શું કહે છે?


સ્કૂલનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલના વિદ્યાર્થીઓએ ઍડ્મિશન લેતાં પહેલાં વિચારવું જોઈએ કે સ્કૂલ તેમની નજીકના વિસ્તારમાં જ હોવી જોઈએ. અમારી સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન મળે છે એટલે ઘણા વિદ્યાર્થીઓ ગોરાઈ, ચારકોપ, મલાડ, જોગેશ્વરી જેવા વિસ્તારોમાં રહેતા હોવા છતાં આ જ સ્કૂલમાં ઍડ્મિશન લે છે. જોકે અમે સ્કૂલ પાસે રહેતા વિદ્યાર્થીઓને ફસ્ર્ટ પ્રેફરન્સ આપીને તેમને ઍડ્મિશન આપીએ છીએ. અમારી સ્કૂલમાં મિડિયમ અને લોઅર ક્લાસના સ્ટુડન્ટ્સની સંખ્યા વધુ છે એટલે અમે તેમને બૂટ, યુનિફૉર્મ, સ્ટેશનરી અને બુક્સ જેવી ઘણી વસ્તુઓ ફ્રીમાં આપીએ છીએ; પણ અમારા માટે સૌથી મહત્વની સમસ્યા સ્કૂલ-બસની છે, કારણ કે સ્કૂલ-બસ શરૂ કરવી અમારા માટે બહુ મોંઘું છે. અમારી સ્કૂલના સ્ટુડન્ટ્સના પેરન્ટ્સે જ મહેતા ટ્રાવેલ્સની બસની વ્યવસ્થા કરી હતી. મહેતા ટ્રાવેલ્સની

સ્કૂલ-બસમાં ફક્ત ૪૫ વિદ્યાર્થીઓને બેસવાની વ્યવસ્થા છે, પરંતુ એમાં ઘેટાં-બકરાંની જેમ ૮૦થી વધુ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે. આ બાળકો પર મને દયા આવે છે, પણ તેમના પેરન્ટ્સ જો તેમનાં બાળકોની સલામતી માટે થોડા વધુ રૂપિયા ખર્ચવા ઇચ્છતા હોય તો અમે તેમને બસની સગવડ કરી આપવા તૈયાર છીએ. એક વર્ષ પહેલાં અમે બેસ્ટની બસ શરૂ કરવાનો પ્રસ્તાવ પેરન્ટ્સ સમક્ષ મૂક્યો હતો, પરંતુ એ તેમને મોંઘો પડ્યો હતો. મહેતા ટ્રાવેલ્સ એક બાળકની મહિનાની ફી ૩૦૦ રૂપિયા લે છે, જ્યારે અન્ય લોકો ૪૦૦ રૂપિયા લે છે.

જો પેરન્ટ્સ બાળકોની સલામતી ઇચ્છતા હોય તો તેમણે અમને સાથ આપવો જોઈએ, અમે તેમને જરૂર મદદ કરીશું.’

પેરન્ટ્સ શું કહે છે?


પેરન્ટ્સનું કહેવું છે કે ‘અમે ગરીબ વર્ગના લોકો છીએ અને મોટા ભાગના વાલીની આવક ખૂબ ઓછી છે. મહેતા ટ્રાવેલ્સની બસ બંધ થઈ જવાથી અમારે બાળકોને રિક્ષામાં લઈ જવા પડે છે એટલે અમને રોજનો ૧૦૦ રૂપિયાની આસપાસ ખચોર્ થઈ રહ્યો છે. અમારા બાળકની સલામતી માટે સ્કૂલ-ઑથોરિટી જલદી પગલું લે એ માટે ગઈ કાલે અમે ધરણાં કયાર઼્ હતાં.’

આરટીઓની ઉદાસીનતા


પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે સ્કૂલબસની સેવા વિશે  કહ્યું હતું કે ‘છેલ્લાં બે-ત્રણ વર્ષથી અમે આરટીઓને સ્કૂલની પાસે ઝેબ્રા ક્રૉસિંગ, સ્પીડબ્રેકર, સ્કૂલના ચિહ્નનું બોર્ડ લગાવવા માટે લેટર મોકલી રહ્યા છીએ; પરંતુ હજી સુધી આરટીઓ તરફથી અમને કોઈ જવાબ નથી મળ્યો. આરટીઓ પાસે અમે એવી પણ માગણી કરી છે કે અમારી સ્કૂલ બપોરે બારથી એક વાગ્યાની આસપાસ છૂટે છે અને એ સમયે સ્કૂલની બહાર ઘણી ભીડ હોય છે એટલે અકસ્માત જેવી ઘટનાઓ ટાળવા માટે આ રસ્તો એક કલાક બંધ કરવો જોઈએ. હાલમાં અમે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિક-પોલીસ તરફથી રોડ સેફ્ટી પૅટ્રોલ (આરએસપી)ની ટ્રેઇનિંગ પણ અપાવી રહ્યા છીએ. આ ટ્રેઇનિંગ પૂરી થયા બાદ તેમની પાસે અમે સ્કૂલની બહાર ટ્રાફિક કન્ટ્રોલ કરાવીશું.’

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટિÿક સપ્લાય ઍન્ડ

ટ્રાન્સર્પોટ, આરટીઓ = રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ