ગૌશાળા પર ફરી વળ્યું બુલડોઝરઃ બે ગાય જખમી થઈ અને ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ

11 December, 2019 01:21 PM IST  |  Mumbai

ગૌશાળા પર ફરી વળ્યું બુલડોઝરઃ બે ગાય જખમી થઈ અને ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ

File Photo

(‌મિડ-ડે પ્ર‌તિ‌નિ‌ધિ) ભાઈંદર-ઈસ્ટમાં એનએનપી પાર્કમાં સીઆરઝેડ બા‌ધિત જગ્યા પર બાંધેલી ગૌશાળા પર મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાએ બુલડોઝર ‌‌ફેરવીને ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ કાર્યવાહી દર‌મ્યાન બે ગાય જખમી થઈ હોવાની સાથે ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ છે. ભાઈંદર-ઈસ્ટમાં આવેલા આરએનપી વિસ્તારમાં સીઆરઝેડ બા‌ધિત અને મૅન્ગ્રોવ્ઝ ધરાવતી જગ્યા પર અમુક મ‌હિના પહેલાં ગેરકાયદે બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે આ ‌વિશે અનેક ફ‌રિયાદ મળ્યા છતાં એના પર કાર્યવાહી થઈ રહી ન હોતી.

ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત સ‌હિત બધા પ્રભાગ સ‌મિતિના અ‌ધિકારી અને કર્મચારીઓ સ‌હિત બાંધકામ પર કાર્યવાહી કરવામાં આવી હતી. બુલડોઝરની મદદથી બાંધકામ જમીનદોસ્ત કરાયું હતું. આ જગ્યાએ એક સંસ્થાની ગૌશાળા હતી અને એમાં ૧૯ ગાય હતી. એમાંની બે ગાય જખમી થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે ૧૭ ગાય રસ્તા પર આવી ગઈ હતી, પરંતુ આ કાર્યવાહી બાદ શહેરમાં અનેક પ્રકારની ચર્ચાએ વેગ પકડ્યું હતું અને કાર્યવાહીને ધા‌ર્મિક મુદ્દો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાના ક‌મિશનર બાલાજી ખતગાવકરના કહેવા અનુસાર ‘સંબં‌ધિત ‌વિભાગની બેઠકમાં થયેલા ‌નિર્ણય બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

maharashtra