Building Collapsed : મુંબઈના બાન્દ્રામાં બહુમાળીય બિલ્ડિંગ ધસી પડી, જાણો વધુ

26 January, 2022 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના બાન્દ્રા (પૂર્વ) બેહરામ નગર વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ પડી જતાં 7 જણના ફસાયાની શક્યતા છે.

તસવીર સૌજન્ય બિપિવ કોકાટે

મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં બુધવારે એક બહુમાળીય બિલ્ડિંગ પડ્યા પછી તેમાં 7 લોકો ફસાયાની શક્યતા છે. સ્થાનિક નિકાયના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈના પશ્ચિમી વિસ્તારમાં બેહરામ નગરમાં બપોરે ત્રણ વાગીને લગભગ 50 મિનિટે ચાર માળની બિલ્ડિંગ પડી ગઈ.

તેમણે જણાવ્યું કે કાટમાળમાં લગભગ 7 જણને કાઢી લેવાયા છે. તેમણે જણાવ્યું કે ફાયર વિભાગ અને પોલીસ કર્મચારીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધો. 

અધિકારીએ જણાવ્યું કે અડધો ડઝન એમ્બ્યુલેન્સ, પાંચ ફાયર ગાડીઓ અને એક બચાવ વેન ઘટના સ્થળે પહોંચી.

મલાડ અને કુર્લામાં પણ પડી હતી ઇમારત
આ પહેલા મંગળવારે મલાડમાં એક ત્રણ માળની ઇમારત પડી જેમાં 2-3 લોકો દબાઇ ગયા હતા. મુંબઈ ફાયર વિભાગે જણાવ્યું કે અકસ્માતની માહિતી મળતા જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તો બૃહ્નમુંબઈ નગર નિગમે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુંબઈના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં એક ઘર પડવાને કારણે એક લતા સાલુંખેનું નિધન થઈ ગયું હતું. ઘટના શહેરના એસજી બર્વે રોડની નજીક આંબેડકર નગર વિસ્તારમાં થઈ હતી.

આ ક્ષેત્રોમાં પણ પડી હતી ઇમારતો
છેલ્લા થોડાક દિવસોમાં મુંબઈના તારદેવ વિસ્તારમાં કમલા બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે અનેક લોકોના નિધન થયા હતા. બીજી તરફ કાલબાદેવી વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડિંગ પડી ગઈ હતી. આ અકસ્માતમાં કાટમાળમાં દબાવાને કારણે 61 વર્ષના એક વ્યક્તિનું નિધન થયું હતું.

તો ગયા વર્ષે 2021માં જૂન મહિનામાં મુંબઈના જ મલાડ વેસ્ટમાં બિલ્ડિંગ પડવાથી 11થી વધારે લોકોના નિધન થયા હતા અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Mumbai mumbai news bandra