વિરારમાં પાઇપલાઇન શિફ્ટ કરવાની હોવાથી ૧૫ કલાક વૉટર-કટ રહેશે

15 April, 2025 10:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાઇપલાઇનના આ શિફ્ટિંગનું કામ કરવા માટે અંદાજે ૧૨થી ૧૫ કલાક લાગવાના હોવાથી ​વિરાર-વેસ્ટ અને વિરાર-ઈસ્ટના નારંગી ફાટા વિસ્તારમાં પૂર્ણપણે પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવશે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વિરારમાં નારંગી ફાટા પાસે ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ બનાવવાનો છે. જોકે એ બ્રિજના ખોદકામ વચ્ચે પાણીની સપ્લાય કરતી મેઇન લાઇન આવતી હોવાથી બ્રિજનું કામ અટકી ગયું છે. પાઇપલાઇન શિફ્ટ કરવાનો નિર્ણય લઈ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) દ્વારા એ કામ આજે હાથ ધરવામાં આવ્યું છે. પાઇપલાઇનના આ શિફ્ટિંગનું કામ કરવા માટે અંદાજે ૧૨થી ૧૫ કલાક લાગવાના હોવાથી ​વિરાર-વેસ્ટ અને વિરાર-ઈસ્ટના નારંગી ફાટા વિસ્તારમાં પૂર્ણપણે પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવશે. પાઇપલાઇન શિફ્ટ કર્યા પછી પણ એમાંથી તબક્કાવાર ધીમે-ધીમે પાણી છોડવામાં આવશે એથી પાણીનું પ્રેશર ઓછું રહેશે. વિરારવાસીઓને પાણી ઓછું અને સાચવીને વાપરવાની હાકલ VVMCએ કરી છે. 

virar vasai virar city municipal corporation brihanmumbai municipal corporation Water Cut mumbai water levels mumbai news mumbai news