મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીને રાજ કુન્દ્રાએ આપી હતી 25 લાખની લાંચ: આરોપીનો દાવો

22 July, 2021 01:10 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજ કુન્દ્રા પોર્ન કેસ મામલે હવે પોલીસ પર સવાલ ઉભા થઈ શકે છે. એક આરોપીએ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ એક અધિકારીને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી.

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં એક ફરાર આરોપીએ એક દાવો કર્યો છે જેને કારણે હવે પોલીસ પર પણ સવાલ ઉભો થઈ શકે છે. રાજ કુન્દ્રાની ગત સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમને 23 જૂલાઈ સુધી કોર્ટે રિમાન્ડ પર મોકલ્યા છે. પોર્ન ફિલ્મ મામલે ફરાર આરોપી યશ ઠાકુરે દાવો કર્યો છે કે પોલીસ રાજ કુન્દ્રાની પહેલા પણ ધરપકડ કરી શકતી હતી પરંતુ તેનાથી બચવા માટે તેમણે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ સાથે આરોપીએ દાવો કર્યો છે પોલીસે પણ તેમની પાસે લાંચ માગી હતી. 

આરોપી યશ ઠાકુરનો દાવો છે કે  તેમણે આ મામલે આ વર્ષે જ માર્ચ મહિનામાં મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોને મેઈલ લખી ફરિયાદ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને રાજ કુન્દ્રાએ 25 લાખ આપ્યા હતા અને તેમને પણ લાંચ માગી હતી. એન્ટી કરપ્શન બ્યુરોએ આ મેઈલ એપ્રિલ મહિનામાં મુંબઈ પોલીસને ફોરવર્ડ કર્યો હતો અને આ મામલે તપાસ કરવાનું કહ્યં હતું.  યશ ઠાકોર પર પણ ફોન ફિલ્મ મામલે આક્ષેપ છે અને તે ફરાર છે. 

ફરિયાદી યશ ઠાકુર યુએસ સ્થિત એક પેઢીના માલિક હોવાનું કહેવામાં આવે છે. તે ફ્લિઝ મૂવીઝના માલિક છે, જેના નામ પર મોડેલો અને અભિનેત્રીઓનો ઉપયોગ વેબ સિરીઝ અને શો ના નામે કરાર પર હસ્તાક્ષર આવતો હતો. આ પેઢીનું નામ અગાઉ ન્યુફ્લિક્સ હતું. યશ ઠાકુર પર અશ્લીલ ફિલ્મો બનાવવાનો આરોપ છે જે રાજ કુંદ્રાની કંપની દ્વારા બનાવવામાં આવી હતી, જેને યશ ઠાકુરની કંપનીની વેબસાઇટ પર કથિત અપલોડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા કાર્યવાહી કરતી વખતે યશ ઠાકુરના ખાતામાંથી રૂ 4.5 કરોડની રકમ જપ્ત કરવામાં આવી છે.

પોર્નોગ્રાફીના કેસમાં ક્રાઇમ બ્રાંચે રાજ કુન્દ્રા અને તેના આઈટી હેડ રાયન થર્પ સહિત 11 લોકોની ધરપકડ કરી છે. આમાં પહેલી ધરપકડ ફેબ્રુઆરી મહિનાની હતી જ્યારે મડ આઇલેન્ડ પર બંગલા પર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ત્યાંથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગેહના વશિષ્ઠની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગેહના અને અન્ય આરોપીઓને અદાલતમાં અન્ય આરોપીની જે રિમાન્ડ અરજી હતી તેમાં યશ ઠાકુરનું નામ છે. વર્ષ 2020 માં આઈપીસીની કલમ 354 (ડી), 341, 294 અને 506 હેઠળ યશ ઠાકુર સામે મધ્યપ્રદેશના માધવગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ કેસમાં સુરતથી ધરપકડ કરાયેલા તનવીર હાશ્મી નામના આરોપીએ યશ ઠાકુરનું નામ લીધું હતું. તેણે કહ્યું હતું કે તે ફક્ત યશ ઠાકુર માટે જ પોર્ન ફિલ્મો બનાવતો હતો. યશ ઠાકુરની પોતાની ઓટીટી એપ્સ છે. ગેહના વશિષ્ઠે એમ પણ કહ્યું કે તે લગભગ બે વર્ષથી આ યશ ઠાકુરના સંપર્કમાં હતી, પરંતુ તે ક્યારેય તેની સાથે મળી નહોતી. એવું કહેવામાં આવે છે કે યશ ઠાકુર મુંબઈના મડ આઇલેન્ડ, ગુજરાતના સુરત શહેર અને મહારાષ્ટ્રના લોનાવાલામાં અશ્લીલ ફિલ્મોનું શૂટિંગ કરતો હતો.    

 

 


   

mumbai mumbai news mumbai crime news mumbai crime branch raj kundra