11 February, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજયોગિની ડૉ. નલિની દીદી
બ્રહ્માકુમારીના સેન્ટ્રલ મુંબઈ સેન્ટરનાં ડિરેક્ટર રાજયોગિની ડૉ. નલિની દીદીનું રવિવારે ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. હંમેશાં પૉઝિટિવ ઍટિટ્યુડ ધરાવતાં નલિની દીદીનું જીવન સત્ય, દિવ્ય ગુણો અને સેવાને સમર્પિત હતું. માનવતાની નિઃસ્વાર્થ સેવામાં તેમણે પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. તેમણે લાખો લોકોને આધ્યાત્મિક જીવન જીવવા અને પરમાત્મા સાથે સ્નેહપૂર્ણ સંબંધ બાંધવા પ્રેરિત કર્યા હતા. બ્રહ્માકુમારીઝ દ્વારા કહેવાયું છે કે તેમની ખોટ તો પડશે, પણ તેમણે આપેલા આધ્યાત્મિક માર્ગદર્શનને અપનાવી આપણે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ, એમનું કાર્ય સદા લોકોને માર્ગદર્શન આપતું રહેશે.