ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું ત્યાં સંસદની પ્રતિકૃતિ ધરાવતો થીમ-પાર્ક બનશે

31 December, 2018 09:34 AM IST  |  મુંબઈ

ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું ત્યાં સંસદની પ્રતિકૃતિ ધરાવતો થીમ-પાર્ક બનશે

બોરીવલીમાં દિલ્હીની પાર્લમેન્ટની થીમ પર એક ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. તસવીર: નિમેશ દવે

વેસ્ટ (કચરા)માંથી બેસ્ટ બનાવવાની વાત ચાલતી હોય ત્યારે બોરીવલીના શિંપોલીમાં 40 હજાર સ્ક્વેર ફીટમાં બની રહેલા થીમ-પાર્કનું નામ ચોક્કસ લેવામાં આવશે. એક સમયે અહીં ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું અને સ્થાનિક રહેવાસીઓના વિરોધ બાદ એને બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે અહીં દિલ્હીની પાર્લમેન્ટની થીમ પર એક ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ગાર્ડનને ભૂતપૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ઉદ્યાન નામ આપવામાં આવશે.

આ પણ વાંચો : કારમાં જ કચરો સાચવશે મુંબઈગરા?

જેમના વિધાનસભ્ય ભંડોળમાંથી આ થીમ-પાર્ક તૈયાર થઈ રહ્યો છે તે શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ કહ્યું હતું કે ‘આ જગ્યા પર પહેલાં ડમ્પિંગ ગ્રાઉન્ડ હતું. હવે એની સફાઈ કરી દેવાઈ છે. અહીં અટલ બિહારી વાજપેયી સ્મૃતિ ઉદ્યાન બનાવવામાં આવશે.’

vinod tawde atal bihari vajpayee mumbai news