CBSEના દસમા ધોરણમાં દૃષ્ટિ મહેતા અને ઊર્જા વ્યાસે સ્કૂલમાં ટૉપ કર્યું

16 July, 2020 12:09 PM IST  |  Mumbai | Mumbai correspondent

CBSEના દસમા ધોરણમાં દૃષ્ટિ મહેતા અને ઊર્જા વ્યાસે સ્કૂલમાં ટૉપ કર્યું

દૃષ્ટિ મહેતા- MKVVIV ઇન્ટરનૅશનલ વિદ્યાલય, ઊર્જા વ્યાસ - MKVVIV ઇન્ટરનૅશનલ વિદ્યાલય, દિવ્યા મહેતા- MKVVIV ઇન્ટરનૅશનલ વિદ્યાલય

બોરીવલીમાં આવેલી માતુશ્રી કાશીબેન વૃજલાલ વાલિયા ઇન્ટરનૅશનલ વિદ્યાલય (એમકેવીવીઆઇવી) ઇન્ટરનૅશનલ વિદ્યાલયમાં ગઈ કાલે જાહેર થયેલા CBSEના ધોરણ દસમાં દૃષ્ટિ મહેતા અને ઊર્જા વ્યાસને એકસરખા ૯૮.૪ ટકા આવતાં બન્ને સ્કૂલમાં ફર્સ્ટ આવ્યાં છે. દૃષ્ટિ મહેતા એન્જિનિયર બનવા માગે છે જ્યારે ઊર્જા વ્યાસનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન છે. ઊર્જા અને દૃષ્ટિએ પોતાની સફળતા પાછળ માતા-પિતા અને શિક્ષકોને શ્રેય આપ્યું હતું.

હું મારા બનાવેલા રોજના શેડ્યુલને ફૉલો કરતી અને રોજ પાંચ કલાક અભ્યાસ કરતી હતી એમ જણાવતાં બોરીવલીમાં રહતી ઊર્જા વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણવાની સાથે હું અધર ઍક્ટિવિટી પણ કરતી હતી. મને ડાન્સિંગનો શોખ હોવાથી હું ડાન્સ માટે પણ સમય કાઢી લેતી હતી. હું રેગ્યુલર ભણવાની સાથે સોશ્યલ ઍક્ટિવિટી માટે પણ થોડો સમય કાઢતી હતી. બોર્ડની પરીક્ષા પહેલાં મેં દરેક સબ્જેક્ટનાં પંદરથી વીસ પેપર્સ સૉલ્વ કર્યાં હતાં. મારું ડૉક્ટર બનવાનું ડ્રીમ છે. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે ક્યારેય પણ તમારું મૉરલ ડાઉન કરવું નહીં અને તમારા બનાવેલા ગોલ સુધી પહોંચવા રેગ્યુલર અભ્યાસ કરવો.’
જુનિયર કે.જી.થી લઈને અત્યાર સુધી તે ટૉપર રહી છે એમ જણાવતાં ઊર્જાના પપ્પા પંકજ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઊર્જા મહેનતુ છે અને તે નિયમિત ધોરણે અભ્યાસ કરતી હતી. હજી સુધી અમારે ક્યારેય ઊર્જાને ભણવા માટે ટોકવાની નોબત આવી નથી. અમને અમારી દીકરી પર ગર્વ છે.’

વર્ષની શરૂઆતથી જ મેં મહેનત ચાલુ કરી દીધી હતી એમ જણાવતાં બોરીવલીમાં રહેતી દૃષ્ટિ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભણવાની સાથે મને આર્ટ્સ અને ક્રાફ્ટનો શોખ હોવાથી હું એ પણ કરતી હતી. આ ઉપરાંત મને સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ હોવાથી થ્રો બૉલ વગેરે રમતી હતી અને સ્કૂલની અધર ઍક્ટિવિટીમાં પણ ભાગ લેતી હતી. પ્રીલિમ્સમાં મને ઓછા માર્ક આવ્યા હતા ત્યારે મેં મારા મૉરલને ડાઉન થવા દીધું નહોતું અને પોતાને સતત સેલ્ફ-મોટિવેટ હું કરતી હતી અને રેગ્યુલર સ્ટડી પણ કરતી હતી, જેનું રિઝલ્ટ આજે બધાની સામે છે. મારો મારી સ્કૂલમાં ફર્સ્ટ રૅન્ક આવતાં મને બહુ જ ખુશી થાય છે. એન્જિનિયર બનવાનું મારું સ્વપ્ન છે. હું સ્ટુડન્ટ્સને એ જ મેસેજ આપીશ કે હંમેશાં હાર્ડ વર્ક કરો અને ક્યારેય પ્રીલિમ્સમાં ઓછા માર્ક આવે તો હોપ નહીં છોડતાં સતત મહેનત કરતાં રહેવી.’

મારી ટ્વિન દીકરીઓનું રિઝલ્ટ સારું આવતાં ખુશી થાય છે એમ જણાવતાં દૃષ્ટિના પપ્પા કમલેશ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દૃષ્ટિ એકથી આઠ ધોરણમાં હંમેશાં સારા માર્કે પાસ થતી અને નવમા ધોરણમાં ટૉપર રહી હતી. ભણવાની સાથે તે અન્ય પ્રવૃત્તિઓમાં પણ રસ લેતી જેથી તેનું માઇન્ડ ફ્રેશ રહે. મારી દીકરીએ કરેલી મહેનત સફળ થતાં અમે બહુ ખુશ છીએ.’

દૃષ્ટિની ટ્વિન દિવ્યાને ૯૪.૬ ટકા

હું અને દિવ્યા અમે ટ્વિન છીએ. મારી બહેન દિવ્યાને ૯૪.૬ ટકા આવ્યા. અમે બન્ને સાથે અભ્યાસ કરતાં અને એકબીજાને જે-તે સબ્જેક્ટમાં હેલ્પ પણ કરતાં. દિવ્યા કૉર્મસ લાઇન લઈને એમાં આગળ વધશે

central board of secondary education mumbai mumbai news borivali urvi shah-mestry