પાંચ મહિનામાં રેલવે-એજન્ટોએ પાંચ કરોડ ટિકિટો બુક કરાવી

09 October, 2012 04:53 AM IST  | 

પાંચ મહિનામાં રેલવે-એજન્ટોએ પાંચ કરોડ ટિકિટો બુક કરાવી

રાઇટ ટુ ઇન્ફર્મે‍શન ઍક્ટ દ્વારા મળેલી માહિતી મુજબ દર મહિને એક કરોડ કરતાં વધુ ટિકિટો રેલવેના બુકિંગ-એજન્ટો જ બુક કરાવી લેતા હોય છે. મે ૨૦૧૨ સુધી દેશભરમાં ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)ના રજિસ્ટર્ડ ૧,૩૫,૧૫૭ એજન્ટોએ ૫,૬૦,૪૭,૬૩૪ ટિકિટ બુક કરાવી હતી. આમ તેમણે દર મહિને ૧.૧૪ કરોડ ટિકિટ બુક કરાવી હતી. ગયા વર્ષના આંકડા જોઈશું તો ૧,૩૪,૯૨૧ એજન્ટોએ ૧૨ મહિનાઓમાં ૨,૯૫,૩૫,૫૩૩ ટિકિટો બુક કરાવી હતી. આમ આ વર્ષે એજન્ટોએ પાંચગણી વધુ ટિકિટો બુક કરાવી હતી.