ઍન્ટિલિયા બૉમ્બ-કેસમાં બુકી નરેશ ગૌરને જામીન

21 November, 2021 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ એ. ટી. વાનખેડેએ ગઈ કાલે ઍન્ટિલિયા બૉમ્બ-કેસ અને મનસુખ હિરણની હત્યાના કેસમાં તેના કથિત રોલ માટે ધરપકડ કરાયેલા ક્રિકેટ બુકી નરેશ ગૌરના જામીન મંજૂર કર્યા હતા. 

તસવીર/આશિષ રાજે

સ્પેશ્યલ એનઆઇએ કોર્ટના જજ એ. ટી. વાનખેડેએ ગઈ કાલે ઍન્ટિલિયા બૉમ્બ-કેસ અને મનસુખ હિરણની હત્યાના કેસમાં તેના કથિત રોલ માટે ધરપકડ કરાયેલા ક્રિકેટ બુકી નરેશ ગૌરના જામીન મંજૂર કર્યા હતા. 
આ કેસમાં બરતરફ કરાયેલા પોલીસ-અધિકારી સચિન વઝે મુખ્ય આરોપી છે. ઍડ્વોકેટ અનિકેત નિકમ દ્વારા ફાઇલ કરેલી જામીન અરજીમાં બુકી નરેશ ગૌરે કહ્યું હતું કે આ કેસમાં તેને માત્ર સચિન વઝેને સિમ-કાર્ડ મેળવી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે નિર્દોષ છે અને તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો છે. આ ગુના સાથે તેને કોઈ સંબંધ ન હોવાનો તેણે દાવો કરતાં કહ્યું હતું કે તેને માત્ર અને માત્ર અનુમાનના આધારે આ કેસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ગૌરે તેની જામીન અરજીમાં વધુમાં ઉમેર્યું હતું કે મનસુખ હિરણની હત્યાના કેસમાં તેની સંડોવણીના કોઈ પુરાવા નથી. તે આ અગાઉ ક્યારેય મરનાર મનસુખ હિરણને મળ્યો નથી કે ક્યારેય તેનો સંપર્ક પણ કર્યો નથી. 

mumbai news mumbai